રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા માટે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાગ્રહ મહાઅભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેની નોંધ લીમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થશે તેવી ડંફાશો મહાપાલિકાના અધિકારીઓને હાંકી હતી. સ્વચ્છાગ્રહના તાયફાઓની બીજીબાજુ શહેરમાં અનેક સ્થળોએ હજી ગંદકીના ગંજ ખડકાયેલા પડયા છે.માત્ર સ્વચ્છ એપ ડાઉનલોડ કરવાથી કચરો ઉપડી જતો નથી તે વધુ એક વાર ફલિત થઈ ગયું છે.
જયુબેલી રોડ પર કચરા પેટીની બાજુમાં જ કચરાના ઢગલા પડેલા જોવા મળતા શહેરીજનો આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. અહીં મહાપાલિકાના અધિકારીઓ દિવસમાં અનેકવાર ચેકિંગમાં નિકળે છે છતાં તેઓના નજરે આ ગંદકી ચડી નહીં હોય તેવી ચર્ચા પણ લોકોમાં થતી જોવા મળી હતી.