કસ્મે વાદે…. પ્યાર વફા સબ…
1940 થી 47 દરમિયાન હિરો અને 1942 થી 1991 વિલન સાથે છેલ્લે ર007 સુધી સહાયક અને ચરિત્ર ભૂમિકા ભજવી, તેમના જીવનની સફળ ફિલ્મોમાં ઉપકાર અને જંજીરનું પાત્ર હંમેશા યાદ રહેશે, તેમણે 3પ0 થીવધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું
એક સમય એવો હતો કે કોઇ માતા પોતાના સંતાનનું પ્રાણ નામ ન રાખતી, કારણ કે હિન્દી ફિલ્મોમાં સૌથી સફળ વિલન તરીકે પાત્રોને અમર કરી દીધા હતા. ફિલ્મોમાં વિલન ઉપરાંત ચરિત્ર ભૂમિકામાં તેમનો અભિનય નીખરી ઉઠતો, ઉપકાર અને જંજીર આ બે ફિલ્મોમાં તેમના અભિનયે તેમને અમર બનાવી દીધા હતા. 1ર ફેબ્રુઆરી 1920માં દિલ્હી ખાતે તેમનો જન્મ થયો.
ફિલ્મમી પડદાના વિલનની નફરત કરતાં, વિલનની ભૂમિકા ભજવનાર અસલ જીંદગીમાં તેવા જ હશે તેમ માનીને પ્રાણની આજુબાજુ રહેનાર પાડોશી કે મહિલાઓ થિયેટર છોડી બહાર નીકળી ગઇ હતી. ઉપકાર ફિલ્મમાં મલંગ ચાચા, જંજીરનો શેરખાન અને પરિચય ફિલ્મમાં દાદાના પાત્રએ દર્શકોના દિલ જીતી લીધા હતા. હમણાં જ તેની 101 જન્મ જયંતિ ઉજવાઇ હતી. પ્રારંભે તે પ્રેસ ફોટોગ્રાફર તરીકે કાર્ય કરતાં હતા. એક વાર એક દુકાને પ્રાણ ઉભા હતાને એક નિર્માતા ત્યાંથી નીકળ્યાને પ્રાણને પુછયું તું સુંદર છે ફિલ્મોમાં કેમ કામ નથી કરતાં, પ્રાણે હા પાડીને 1940 તે જ નિર્માતા ની ફિલ્મ ‘યમ લા જટ’ નાનકડી ભૂમિકાથી કારકીર્દી શરૂ કરી.
ફિલ્મ જગતના પ્રાણ એક માત્ર એવા કલાકાર છે કે તેને બધા પાત્રો સ્ક્રીન પર ભજવ્યા છે. પ્રાણને સ્પોર્ટસનો ઘણો શોખ હતો. 1950માં તેમની પોતાની ફુટબોલ ટીમ હતી. જીવનકાળ દરમ્યાન તેમને વિવિધ એવોર્ડ પણ મેળવ્યા હતા. તેઓ પોતે ઘણાં સંતુષ્ટ હતા. 1ર જુલાઇ 2013ના રોજ આ મહાન ખલનાયકે ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમની મહત્વની ફિલ્મોમાં ખાનદાન, કાશ્મીર કી કલી, ઉપકાર, જંજીર, ઔરત, બડી બહન, પરિચય, જીસ દે મેં ગંગા બહતી હે, હાફ ટીકીટ, પૂરબ ઔર પશ્ર્ચિમ, ચોરી મેરા કામ, કાલીયા વિકટોરીયા નં. ર03 અને ડોન જેવી ફિલ્મો ખુબ જ સફળ રહી હતી.
હિન્દી ફિલ્મોેમાં નાયક, નાયિકા અને ખલનાયક આ ત્રણેય પાત્રોનું મહત્વ છે. હિરોનલ જેમ ખલનાયક પણ મહત્વનો છે. આ વાત પોતાની દરદાર અભિનયથી પ્રાણે સાબિત કહી દીધી હતી. તે અદભુત અદાકારાની સાથે ઉમદા દિલના વ્યકિત હતા. તેમને અનેક ઉગતા કલાકરને તક આપવામાં ઘણી મદદ કરી હતી જેમાં અમિતાભને જંજીરમાં પ્રાણના કહેવાથી જ પ્રકાશ મહેરાએ ચાન્સ આપ્યો હતો. પ્રાણે તેમના પાત્રોમાં અનેક રંગો ભરીને પાત્રને અમરબનાવી દીધુ હતું, 1940ના દશકામાં પ્રાણે ફિલ્મમાં હિરોની ભૂમિકા પણ ભજવી જેમાં ખાનદાન, પિલપિલી સાહેબ અને હાલકાુ જેવીમાં ામુખ્ય અભિનેતાનો રોલ કર્યો.
બિમલ રોયની મધુમતિ બાદ તેના વખાણ થતાં તેમને ખલનાયકની ભૂમિકા વિશેષ મળવા લાગી, 1958 થી 1970 ની શ્રેષ્ઠ ફિલ્મો વિલન તરીકે પ્રાણ જ હોય કયારેક તો એક જ વર્ષમાં ત્રણ-ચાર ફિલ્મો આવે, જાુના અભિનેતા રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, શમ્મીકપુર, બિશ્ર્વજીત, ધર્મેન્દ્ર, સુનિલ દત્ત, રાજેશ ખન્ના જેવા સાથે તેમણે અનેક ફિલ્મો વિલનના પાત્રમાં કરી. 1960 થી 70 ના દશકાની મોટાભાગની ફિલ્મોમાં પ્રાણ જ ખલનાયક હોય ને છેલ્લે હિરો સાથે તેમની અચુક ફાઇટ હોય જ જોની મેરા નામ ફિલ્મમાં દેવાનંદ સાથે શ્રેષ્ડ ભુમિકા ભજવી હતી જે આજે પણ દર્શકો ભૂલી નથી શકયો.
ફિલ્મી પડદે હિરો સાથે ફાઇટમાં હારી જતાં ખલનાયક લોકચાહનામાં હિરો કરતાંય આગળ નીકળી જાય છે તેમાં પ્રાણનું નામ સૌથી ટોચ ઉપર આવે છે. પ્રાણનો દર્શકોમાં ખૌફ હતો. તેમનું મુળનામ પ્રાણ ક્રિશન સિકંદ હતું પણ ખાલી પ્રાણથી જ તે બોલીવુડમાં મશહુર થઇ ગયા, ખલનાયકમાંથી મનોજકુમારે તેની ફિલ્મ ઉપકારમાં મલંગ ચાચાનો રોલ આપ્યો અને તેમના પર ચિત્રાંકન થયેલ, ‘કસ્મે વાદે પ્યા વફા સબ’ગીત લોકોના માનસ પટ પર આજે પણ છે. તેમની પત્ની શુકલા સિકંદ ને બે પુત્રો અરવિંદ, સુનિલ તથા પુત્રી પીંકી હતા. પ્રાણનો સક્રિય ફિલ્મ ગાળો 1940 થી 2007 રહ્યો જેમાં 3પ0 થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ, પ્રાણે લગભગ તમામ હિરો-હિરોઇન સાથે કામ કર્યાનો એક રેકોર્ડ છે. જાુનિ ફિલ્મોમાં તેના હાવભાવ, આખોના ઇશારાથી દર્શકોમાં શ્રેષ્ઠ વિલનની છાપ ઉપસાવી હતી.
પ્રાણ એક બે જોડ ખલનાયક હતા. એ જમાનામાં તેની સામે કેટલાય હિરો-હિોરઇન – ખલનાયક આવ્યાને ગયા પણ પ્રાણ તેના સ્થાને અડિખમ જ રહ્યા હતા. તેમની સાચી પ્રગતિ નૂરજહાઁ સાથેની ફિલ્મ ખાનદાન હતી, જે બોલીવુડની સફળ ફિલ્મ હતી. તેમણે જીદી ફિલ્મ પછી આવેલી અપરાધી ફિલ્મમાં કામ કરવાના માત્ર 600 રૂા. મળ્યા હતા. તે એક બોલીવુડની શાન હતા. તેને તેના જીવનમાં ઘણા પુરસ્કારો એવોર્ડ મળ્યા હતા જેમાં 1967-72માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડને 1997મા લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સાથે ર013માં સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે અને પદમ ભૂષણ એવોર્ડ મળ્યો હતો.
પ્રાણે એક રામલીલામાં સીતાનાી ભૂમીકા ભજવી હતી. જેમાં જાણીતા વિલન મદનપૂરીએ રામનું પાત્ર નિભાવ્યું હતું. લેખક વલી મોહમ્મદે પ્રથમવાર ચાન્સ આપ્યો હતો. 1942માં આવેલી ખંડન, તેમની પ્રથમ હિન્દી ફિલ્મ હતી આ અગાઉની ત્રણ-ચાર ફિલ્મો પંજાબી હતી. પ્રાણે 1942 થી 1946 સુધી લાહોરમાં રર જેટલી ફિલ્મોમાં કામ કર્યુ હતું. પછી તે મુંબઇ આવી ગયાને 1948થી તેમને બોલીવુડમાં પગદંડો જમાવવાનું શરૂ કર્યુ, ખલનાયક તરીકે તેમની પ્રારંભની સફળ ફિલ્મોમાં જીદી અને બડી બહન હતી, દિલીપકુમાર, દેવાનંદ અને રાજકપૂર સાથે પ્રારંભની ફિલ્મોમાં વિલન તરીકે જોવા મળ્યા હતા.
તે સૌથી વધુ લેવા વાળો વિલન કહેવાતા હતા. 1964થી તેને ખલનાયક સાથ હાસ્ય ઉમેરીને પૂજા કે ફૂલ કાશ્મીર કી કલી જેવી ફિલ્મો કરીને દર્શકોને ખુશ કરી દીધા હતા. તેમણે કોમેડી ફિલ્મોમાં સાધુ ઔર શૈતાન, લાખો મે એક, આશા, બેવકુફ, હાફટીકીટ અને મનમૌજી જેવી હિટ ફિલ્મો કરી હતી. 1967માં ઉપકાર ફિલ્મ માટે તેમને પ્રથમ વાર ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો ને મનોજકુમાર સાથે બેઇમાન, સન્યાસી, દશનંબરી જેવી ફિલ્મો પણ કરી હતી. ખલનાયકમાંથી ચરિત્ર અભિનેતાની છબી ફિલ્મ નન્હા ફરિશ્તા, જંગલ મે મંગલ, ધર્મા, રાહુકેતુ, એક કુવારી એક કુવારા જેવી ફિલ્મોથી તેમને બોલીવુડ યાત્રાનો નવો વણાંક જોવા મળ્યો હતો.
1969 થી 1982 સુધી તે બોલીવુડમાં સૌથી વધુ ફિ લેનાર કલાકાર હતા. ખુનકા રિશ્તા ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળેલ હતા. શહિદ (1965), જીસ દેશ મે ગંગા બહતી હે (1960), જોની મેરા નામ (1970), જંજીર (1973), ડોન (1978) અને અમર અકબર એન્થની (1977) ની ફિલ્મો ખુબ જ સફળ રહી હતી. તેમનો પુત્ર સુનિલ ખુબજ પ્રસિઘ્ધ એક ફિલ્મ મેકર છે. પ્રાણે ખલનાયકની ભૂમિકાને ઉંચી બનાવી દીધી સતત 6 દાયકા બોલીવુડમાં રાજ કર્યુ. 1960 થી 1980 વચ્ચેની તમામ ફિલ્મોમાં લગભગ પ્રાણ અચુક જોવા જ મળે છે.