શિયાળામાં મોજા પહેરવાનું પ્રમાણ વધી જતુ હોય છે, લગભગ બધા લોકો શિયાળામાં મોજા પહેરે જ છે તે આઉટફિટનો એક જરુરી હિસ્સો છે પરંતુ ઘણી વખત લોકો પગ કરતા નાના મોજા પહેરી લેતા હોય છે. જે તેમના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે અને સામાન્ય એવી બાબતને ઇગ્નોર કરતા પહેલા જાણી લેવું જરુરી છે કે તેનાથી ઘણી પરેશાનીઓ થઇ શકે છે.
– પગમાં જો આરામદાયક મોજા પહેરવામાં ન આવે તો પગમાં રક્ત સંચાર રોકાઇ જાય છે. માટે ભૂલીને પણ ટાઇટ મોજા ન પહેરવા જોઇએ.
– જો તમે દિવસમાં સતત ૮ થી ૯ કલાક તેવા મોજા પહેરી રાખતા હોય તો ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. આમ કરવાથી પગમાં ખાલી ચડી જાય છે.
– પગમાં વધુ ટાઇટ મોજા પહેરવાથી પરસેવો વધે છે. જેનાથી પગમાં વધુ નમી થઇ જાયછે અને ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન થવાનો ખતરો પણ વધે છે જે અનેક બિમારીઓ લાવી શકે છે.
– ટાઇટ મોજા પહેરવાથી ઘણાં લોકોને વેરિકોઝ વેન્સની પણ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. માટે જરુરી છે કે તેની દેખરેખ કરવી જોઇએ .
માટે આરામદાયક મોજા પહેરવાનું ટાળો