ગૌરક્ષાના નામે કાયદો હાથમાં લેતા કહેવાતા ગૌરક્ષકો સામે મોદી સરકાર કડક કાર્યવાહી કરશે રાજય સરકારને તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કહેવાતા ગૌરક્ષકો સામે ફરજીયાત એફઆઈઆર દાખલ કરવા ફરમાન આપ્યું છે.
આ મામલે ગૃહરાજય મંત્રી હંશરાજ આહિરે જણાવ્યું હતુ કે, કાયદો અને વ્યવસ્થા જાળવવી, પશૂઓનાં વેપારીઓ, મુસ્લીમો, દલીતો અને ડેરી ફાર્મર્સની જાનમાલનું રક્ષણ કરવું સહિતની જવાબદારી રાજય સરકારોની છે. માટે હિંસાત્મક બનાવો ટાળવા માટે હવે કહેવાતા ગૌરક્ષકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ થોડા દિવસો પહેલા જ ગૌરક્ષા મુદે સાવધાની રાખવાની જવાબદારી રાજયોની હોવાનો મત વ્યકત કર્યો હતો અને અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવા પણ કહ્યું હતુ ગૌરક્ષાના નામે થતી કોમી અથડામણો સામે વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષોનો સહકાર માંગ્યો હતો.