અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશની જીટીયુના કુલપતિને રજૂઆત
અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષે કોરોના કાળમાં બે નવા વાયરલ આવ્યા છે એ સ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ૧ જાન્યુઆરીથી બી.ફાર્મા, ડી.ફાર્મા, એમસીએ, એમસીએ (આઈસી), એમબીએ સહિતની પરીક્ષા લેવાનું જાહેર કરાયું છે. તેનો હિન્દુ મહાસભાએ ઉગ્ર વિરોધ કરી પરીક્ષા યોજવા પુન: વિચારરા કરવામાં માંગ કરી છે.
અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વત્સલ કે.કાપડીયાએ જીટીયુના કુલપતિ ડો.નવીન શેઠને આવેદન પત્ર પાઠવી જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ માટે તા.૧ જાન્યુઆરી ૨૦૨૧થી પરીક્ષાઓ યોજી છે જે ખુબ જ મોટી ભુલ જ છે. આ પરીક્ષાઓ રદ થવી જોઈએ અને ભારતના પ્રધાનમંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલ વેકસીનના સફળ પ્રયોગ પછી જ આ પરીક્ષાઓ લેવી જોઈએ.
હાલમાં કોરોના-બી અને મ્યુકોરમાઈસિસ જેવા જીવલેણ વાઈરસના લક્ષણો પણ ગુજરાતમાં જોવા મળી રહ્યાં છે. જો કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન આ વાઈરસના લક્ષણોનો ચેપ લાગશે તો તેના જવાબદાર હોદાની સામ્યતાએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રજીસ્ટાર અને પરીક્ષા નિયામક રહેશે. જેની વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલનો કેસ વ્યક્તિગત રીતે કુલપતિ તથા યુનિ.ના રજીસ્ટાર અને પરીક્ષા નિયામક પર કરવા માટે વિદ્યાર્થી અગ્રણી તરીકે ચીમકી આપી છે. આ બાબતે ટૂંક સમયમાં કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના વાલીઓને અને વિદ્યાર્થીઓને સાથે રાખી સોશિયલ ડિસ્ટન્સમાં અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ રજીસ્ટાર અને પરીક્ષા નિયામક રહેશે તેમ કાપડીયાએ જણાવ્યું છે.