ક્રિસમસ ટ્રી, જીંગલ બેલ, કેન્ડલ, શાન્તાકલોઝના ડ્રેસ, ટોપી સહિતની વેરાયટીઓ
નાતાલ પર્વ અને ન્યુયર ૨૦૧૯ને આવકારવા અનેરો ઉત્સાહ વ્યાપી રહ્યો છે. ત્યારે અહીં ડો. યાજ્ઞીક ઉપર આવેલ જોહર કાર્ડસ વાળા યુસુફભાઇ તથા હસનેભાઇએ આ અંગે જણાવ્યું કે આ વર્ષ અમારે ત્યાં સ્કુલો, કોલેજો, ચર્ચ, ઘર, શોરુમ, હોટલો, વિ.ને સજાવવા માટે ૩ ઇંચથી ૮ ફુટ સુધીના ક્રિસમસ ટ્રી, ઝુમ્મર ટાઇપના જીંગલ બેલ, મેટાલીક સ્ટીર, સાઇનીંગ બોલ, જરી બોલ, મેટાલીક ગ્રીન તથા વાઇટ કલરની રીંગો, ક્રિસમીસ ટ્રીને સજાવવા માટે ગીફટ બોકસ, શાંન્તાની લાકડી, બેલ, મોજા, ટોપી વિવિધ પ્રકારની એસેસરીઝના મીકસ બોકસ આવેલ છે. શાંત કલોઝના ડ્રેસ, ટોપી તેમજ બહાર લગાડવાના લેમીનેશન સ્ટાર, પોપ્ટ સ્ટાર, મેટાલીક બોર્ડના સ્ટાર ઘણી જ વેરાવટીઓ આવેલ છે. જેમાં બલ્બ લગાડી ટીંગાડવામાં ઓ છે.
હવે નાતાલ અને ન્યુયર ૨૦૧૯ નો આડે હવે ગણત્રીના જ દિવસો બાકી રહ્યા છે. ડેકોરેશનની ખરીદી ચાલુ થઇ ગયેલ છે.
ક્રિસમસ તથા ન્યુયરના લખાણ વાળા મગ અને ક્રોસ વાળા સ્ટેચ્યુ કિચેઇન, લોકેટ આવેલ છે. દિવાલ ઉપર લગાડવા માટે ડેકોરેશન કરેલ જીંગલ બેલ તેમજ ક્રિસમસ તથા ન્યુયર ના વિવિધ આકૃતિ દર્શાવતા એમ્બોઝ કરેલ આવેલ છે. જે દેખાવમાં ખુબ જ આકર્ષક છે આ વર્ષ ક્રિસમસ ટ્રીમા રાઉન્ડ ડાળખી વાળા ટ્રી આવેલ છે.
ક્રિસમસ તથા ન્યુયરના કાર્ડસમા ઘણી જ ડીઝાઇ નોના કાર્ડસ આવેલ છે તેમજ કોર્પોરેટ કાર્ડસ જે કંપનીઓ પોતાના નામના પ્રિન્ટીંગ કરવા માટે લઇ જાય છે. શહેરના ડો. યાજ્ઞીક રોડ ઉપર જોહર કાર્ડરમાં નાતાલ પર્વ તથા ન્યુયર આવકારવા માટેની રંગત જોવા મળી રહી છે.