ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચને બદલે સરપંચના પતિનું શાસન; વર્ષો વીત્યા છતા ગામમાંથી ગંદકી હટાવવામાં સત્તાધીશો નિષ્ફળ ગયા.
વડિયા શહેરના ઢોળવા નાકા અવેળા વિસ્તાર અને સુરગેસ્વર મંદીર પાસે પીવાના પાણી ના ટાકા પાસે ગંદકીના ગંજ જામ્યા છે. વડિયા ગ્રામપંચાયત માં સત્તાઓ ભોગવી રહેલા એકપણ સરપંચ તરફ થી કે આટલા વરસો થી ચુંટાઈ આવતા ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો પાસે થી ચુંટણી સમય દરમિયાન મળેલ વાયદાઓ વચનો અને લોલીપોપ સીવાઈ એકપણ જાતની પાયાની પ્રાથમિક સુવિધાઓ મળેલી નથી મળેલ છે તો બસ ડેંગ્યુ,મલેરિયા જેવી ભયંકર બીમારીઓ માટે કારણભૂત ગંદકીથી લથપથ વડિયા શહેરને બચાવવા માટે ઉપયોગી એવા તબીબ કે સફાઈ કામદારોને પણ છુટા કરવામાં આવ્યા છે.
લોકોના કકળાટ માંથી મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી વડિયામા મહિલાસીટ હોવાથી મહિલા સરપંચ છે મહિલા સરપંચ હોવા છતાં વડિયા ગ્રામપંચાયતે તમામ વહીવટ સરપંચની ખુરસી પર બેસીને તેમના પતિદેવ કરી રહયા છે અને સરકારના પરિપત્ર ની ધાજીયા ઉડાવી રહયા છે ગ્રામપંચાયતનો તમામ વહીવટ જે સરપંચ હોઈ તેનેજ કરવાનો છે પણ વડીયામાં સરપંચપતિ સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને શાશન ભોગવી રહયા છે જે હાલ વડિયા મા સરપંચપતિના તમામ વહીવટને લીધે વડિયાના મતદાતાઓને અફસોસ થઈ રહ્યો છે
સરપંચપતિનું બેહૂદું વર્તન અને જ્યાજુઓ ત્યાં ગંદકીના સામ્રાજ્ય પથરાયેલા અને ઉભરાતી ગટરો થી વડીયાની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે વડીયામાં ઘરેઘરે ડેન્ગ્યુ ની બીમારી ફેલાઈ રહી છે વડિયા સરપંચપતિના રાજમા બનેલા ગ્રામપંચાયતના સી.સી.રોડ જેવા કામોની તપાસ કરવામાં આવેતો પણ ભ્રષ્ટાચાર સ્પષ્ટ નજરે દેખાશે માત્ર છ મહિનામાજ રોડમાં ગાબડા પડી ગયા છે હાલમાં વડીયાની ઉભરાતી ગટરો અને ગંદકી ના ગંજ અને ઉકરડા આગણવાડીઓ અને પેટાઆરોગ્ય ના પટાંગણમાંજ જોવા મળે છે હાલમાં વડીયાના રેસિડેન્ટ એરિયાઓમાં અને પબ્લિકની ફરિયાદો કાગળો ઉપર લેવામાં આવે છે
ત્યાર બાદ લાઈટ રૂપાણી અને સફાય ની ફરિયાદ પંચાયતના સત્તાધીશો ” ગઝની ” બની ભૂલી જાય છે અને સ્વચ્છતા અભિયાન ની ધજીયા ઉડાવી રહયા છે વડિયા શહેરમાં ડેન્ગ્યુ જેવા રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે વડિયામાં ગુલીયન બ્રી સિડરોમ નામનો ખતરનાક વાઇરસ પણ જોવા મળ્યો છે અને વડિયા સિવિલ હોસ્પિટલના ખુદ તબીબ સહિત સ્ટાફમાં ૪ ડેન્ગ્યુના પોઝીટીવ કેસો જોવા મળ્યા છે હાલ વડિયાની સિવિલ તબીબ વિહોણી છે અને દર્દીઓ જેતપુર સારવાર અર્થે દોડે છે
સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ડેંગ્યુના કેસો ૭૦ થી ૮૦ જેટલા હશે અને સરપંચને વડીયાની જનતા હેરાન પરેશાન થતી નજરે આવતી નથી અને પંચાયતમાં સરપંચપતિ માત્રને માત્ર ખુરસી પર બેસી સસ્તીપ્રસિધ્ધિ મેળવવામાં રસ ધરાવે છે અને મહિલા સરપંચ ગ્રામપંચાયતે દેખાતા નથી આ બાબત થી ઉચ્ચઅધિકારી વાકેફ છે છતાં મૃકપ્રેક્ષક બની જોઈ રહયા છે.