સ્વચ્છતા અભિયાન શાખા નજીક પણ કચરાના ઢગલા: પ્રાગણ જાહેર યુરીનલમાં ફેરવાયું !

રાજકોટનું નામ સ્માર્ટ સિટીનો યાદીમાં ત્રીજા ક્રમે હમણા જ નોંધાયું છે તેમજ થોડાં જ દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર DSC 1052મોદી રાજકોટ ખાતે આવ્યા હતા ત્યારે શહેર ખરેખર સ્માર્ટ સિટી જેવું લાગી રહ્યું હતું. તથા જાહેર માર્ગો પર ગંદકી જેવી કોઈ જ વસ્તુનો અસ્તિત્વ ન હતું પરંતુ વડાપ્રધાનને ગયાના હજુ એક અઠવાડિયું પણ થયું નથી ત્યારે જાહેર માર્ગોની હાલત તો ખરાબ થઈ જ ગઈ છે. પરંતુ રાજકોટની જુની કલેકટર કચેરીમાં પણ સ્માર્ટ સિટી પ્રોજેકટ કોરણે મુકાયો છે.

જુની કલેકટર કચેરીની અંદર પ્રવેશ કરતાની સાથે જ દરવાજાની જમણી બાજુએ કચરાનો ઢગલો પડયો છે. ત્યાં પ્લાસ્ટિક બેગ, થેલીઓ તથા બીજો કચરો પણ પડયો છે. આ જગ્યાએ લોકો હાલ મૂત્ર વિસર્જન પણ કરી રહ્યાં છે.

આ સિવાય આ કચરાના ઢેરની એકદમ આગળ જ મહાદેવનું મંદિર છે. જયાં લોકો પોતાની શ્રધ્ધા લઈને આવતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે પરંતુ આ ગંદકીના કારણે લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આ બાબતે તંત્ર હજુ પણ ખામોશ છે અને સફાઈ કરાવાની કોઈ પણ વાત હજુ પણ સામે આવી નથી. આ ઉપરાંત એક નિંદનીય બાબત એ પણ છે કે સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન શાખા પણ જુની કલેકટર ઓફિસમાં જ આવેલી છે તો એવું કહી શકાય કે જેની ઉપર આખા શહેરના સ્વચ્છતાની જવાબદારી છે તે પોતાનું ઘર જ સ્વચ્છ નથી રાખી શકતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.