ગ્લોબલ વોમિંગને કારણે રાજયના ૧૯ જીલ્લાઓ ઉપર માઠી અસરો થવાની શકયતા
રેકોર્ડ બે્રકિંગ તાપમાન અને ઓછા વરસાદાને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો આવવાની દહેશત છે. તેમાં સાઉથ એશિયા હોટસ્પોટ બની શકે છે. ત્યારે કલાઇમેટમાં થઇ રહેલા ફેરફારો મુજબ ગુજરાતના ૧૯ જીલ્લા ૨૦૫૦ સુધીમાં મોડેરટ એન્ડ માઇલ્ડ કેટેગરીમાં સામાવિષ્ટ થશે. જેને લીધે ગુજરાતના કામદારોની કાર્યક્ષમતા ઘટે તેવી શકયતાઓ વધી છે. રિપોર્ટ મુજબ દરિયા કાંઠે આવેલા રાજયના ત્રણ જીલ્લાઓમાં જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંરદનું તાપમાન ૧૯૫૦ થી ૨૦૧૦ સુધીમાં દોઢ ડીગ્રી જેટલું તાપમાન વધવું ચિંતાજનક બાબત છે જેથી વર્લ્ડ બેંકે ચેતવણી આપી હતી કે હજુ ગુજરાતમાં બે થી અઢી ડીગ્રીનો વધારો થઇ શકે છે. આ ફેરફારો ગ્લોબર વોમિંગને કારણ થઇ રહી છે. જેથી લોકોના જીવન પર તેની અસરો થઇ શકે છે. પહેલાથી જ તાપમાન વધુ છે. વળી વરસાદ પણ ઓછો પડતા લોકો ચિંતામાં મુકાયા છે. ત્યારે વર્લ્ડ બેન્કની ચેતવણીથી સૌકોઇ ચિંતીત છે. ૨૦૦૯માં ગુજરાત એશિયાનું પહેલું રાજય બન્યું હતું. જેમાં કલાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની શરુઆત કરવામાં આવી હતી.
જેમાં ગુજરાતમાંથી બનાસકાંઠા, મહેસાણાં, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેયપુર મઘ્યમ એટલે કે મોડરેટ કેટેગરીમાં આવશે અને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભચ, સુરત અને ડાંગ માઇલ્ડ કેટેગરીમાં આવશે. જેથી ખેડુતોને વધુ અસર થવાની શકયતાઓ છે. આ પ્રકારના પડકારો છતા કલાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. કલાઇમેંટ ચેન્જ ડિપાર્ટમેન્ટના અધિકારીના રિપોર્ટ મુજબ દરિયાની સપાટી વધવાની શકયતાઓ છે જેને લીધે મલેરીયા, ગેસ્ટીક પ્રોબેલમ, કિડનીના રોગ વકરી શકે છે.
વર્લ્ડ બેંકના અર્થશાસ્ત્રી મુથુકુમાર ભનીએ કહ્યું કે વાતાવરણમાં ફેરફારો આવવાથી માથાદીઠ આવકમાં ઘટાડો અને ગરીબીના પ્રમાણમાં વધારો આવી શકે છે.