સફાઈ કામદારોનો સ્ટાફ ઓછો: કરોડોની ગ્રાન્ટની ફાળવણી છતા ભૂગર્ભ ગટર અને પાણીની પાઈપ લાઈનનું કામ અધ્ધરતાલ
ધોરાજી માં આવેલ જનતા બાગ બિસ્માર અને ગંદકી સાફ સફાઈ નો અભાવ તો ધોરાજી નાં અમુક વિસ્તાર માં સફાઈ તો અમુક વિસ્તાર માં સાફ સફાઈ નો અભાવ કારણ કે ધોરાજી શહેરમાં જેટલાં સફાઈ કામદારો ની જરૂરિયાત હોય તેનાં કરતાં સફાઈ કામદારો નો સ્ટાફ ઓછો છે ઘણાં વર્ષો થી નવી કામદારો ની ભરતી કરવામાં આવી નથી જેથી જોઈએ એટલા કામદારો નથી અને નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટ સિસ્ટમ થી કામદારો રાખવાં માં આવે છે અને આ સફાઈ કામદારો ની કોન્ટ્રાકટ સિસ્ટમ નો સફાઈ કામદારો વિરોધ પણ કર્યો હતો અને આંદોલન પણ થયાં હતાં પણ કોઈ પણ પ્રકાર નો નિવેડો આવ્યો હતો નથી છેલ્લા ચાર પાંચ વર્ષ પહેલાં સરકાર દ્વારા ધોરાજી માં ભુગર્ભ ગટર યોજના અને પાણી ની પાઈપ લાઈન માટે ધોરાજી નાં તમામ વિસ્તાર માં આવતાં માર્ગો ખોડી દીધાં હતાં અને રોડ રસ્તા ગંદકી સાફ સફાઈ અને નાનાં મોટાં અકસ્માતો લોકો ને પડતી તકલીફ પરેશાની લઈને અનેક આંદોલન થયાં હતાં અનેક નગરપાલિકા માં તોડફોડ ઘેરવા રોડ રસ્તા ચક્કાજામ મહીલા રણચંડી બની ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા અને જીલ્લા કલેક્ટર ને ધોરાજી આવું પડયું હતું અને વકીલમંડળ દ્વારા પણ આંદોલન થયાં હતાં નગરપાલિકા ની ચુંટણી થતાં ભાજપ પાસે થી કોંગ્રેસે સતા છીનવી લીધી હતી અને લોકો એ મત આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ ને પણ એક વર્ષ વિતવા આવ્યુ હોવાં છતાં ધોરાજી ની પરિસ્થિતિ માં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી ભુગર્ભ ગટર યોજના અને પાણી ની પાઈપ લાઈન યોજના માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટો ફાળવવામાં આવી હતી પણ પરીસ્થિતિ જેવી હતી તેવી જ રહી કરોડો રૂપિયા ની ગ્રાન્ટો ખર્ચ કરવા છતાં ભુગર્ભ ગટર યોજના અને પાણી ની પાઈપ લાઈન યોજના અધ્ધરતાલ પર જોવાં મળી છે ધોરાજી નાં મુખ્ય માર્ગો સિવાય ઘણા વિસ્તારમાં રોડ રસ્તા ની કામગીરી ઝીરો ગંદકી સાફ સફાઈ નો અભાવ જોવા મળ્યો હતો.