કચ્છમાં 4, જામનગરમાં 3, રાજકોટમાં 2 અને ભાવનગરમાં એક કેસ નોંધાયો: રાજયમાં 24 કલાકમાં 44 કેસ નોંધાયા
દિવાળીના તહેવાર બાદ રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બુધવારે રાજયમાં કોરોનાના 54 કેસો નોંધાયા બાદ ગુરૂવારે વધુ 44 કેસો નોંધાયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે. કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં 10 કેસો નોંધાયા હતા. કાલે 23 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા મહાપાલિકા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય આગામી 30મી નવેમ્બરે પુરી થતી રાત્રી કરફયુની અવધીમાં મહાપાલિકા વિસ્તારોને છૂટછાટ મળે તેવી કોઈ જ સંભાવના દેખાતી નથી.
રાજકોટ શહેરમાં દિવાળી પછી સતત કોરોનાના કેસો મળી રહ્યા છે. બૂધવારે કોરોનાના બે કેસ મળી આવ્યા બાદ ગઈકાલે વધુ બે લોકો સંક્રમીત થયા હોવાનું મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. શહેરના વોર્ડ નં.2માં વાંકાનેર સોસાયટીમાં રહેતી 63 વર્ષિય મહિલા કોરોનાના ભરડામાં સપડાઈ છે. આ મહિલા હરિદ્વાર ફરીને તાજેતરમાં આવ્યા હતા તેઓએ વેકિસનના બંને ડોઝ લઈ લીધા હતા. ફેમીલીમાં 1 65 વર્ષિય પુરૂષ છે. જેઓએ વેકિસનના બંને ડોઝ લઈ લીધા છે. તેમના સંપર્કમાં આવેલા 1 વ્યકિત હાઈ રિસ્ક પર અને 81 લોકો લો-રિસ્ક પર છે જેના પર નજર રાખવામાં આવી રહી છે. હાલ મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાય છે.
આ ઉપરાંત વોર્ડ નં.10માં ગોકુલ સોસાયટીમાં 39 વર્ષિય યુવતીનો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ યુવતીએ વેકિસનના બંને ડોઝ લઈ લીધા છે. તેઓ તાજેતરમાં જયપૂરથી ફરીને પરત ફરી હતી. ફેમીલીમાં કુલ ત્રણ સભ્યો છે. જે પૈકી બે વ્યકિતએ વેકિસનના બંને ડોઝ લઈ લીધા છે. જયારે 11 વર્ષની ઉંમર ધરાવતુંબાળક જે વેકિસન માટેની લાયકાત ધરાવતુ નથી આ યુવતી સાથે સંપર્કમાં આવેલા ચાર વ્યકિતઓ હાઈરિસ્ક પર અને પાંચ વ્યકિતઓ લો રિસ્ક પર છે. ગઈકાલે શહેરમાં નવા બે કેસો મળી આવતા હાલ 15 એકિટવ કેસ છે. જયારે કાલે 6 વ્યકિતઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
ગઈકાલે કચ્છમાં નવા ચાર કેસો નોંધાયા હતા. જામનગરમાં 3 કેસ, અ ને ભાવનગરમાં એક કેસ નોંધાયો છે. રાજયમાં કાલે કોરોનાના 44 કેસો મળી આવ્યા હતા. જયારે 23 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા કાલે 493328 લોકોને વેકિસન આપવામાં આવી હતી હાલ ગુજરાતમાં 312 એકિટવ કેસ છે. જે પૈકી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અને 306 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 8,16,710 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે.રિકવરી રેઈટ 98.74% છે જે રિતે રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે મહાપાલિકા વિસ્તારમાં રાત્રી કરફયુની સમય મર્યાદા વધારવામાં આવે.