વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં 7.14% જ્યારે ફેબ્રુઆરીમાં આંકડો 7.45 ટકાએ પહોંચ્યો
દેશમાં બેરોજગારી દર એકવાર ફરી વધ્યો છે. ફેબ્રુઆરીમાં બેરોજગારી દર 7.45 ટકા રહ્યો હતો, જે જાન્યુઆરી 7.14 ટકા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન ઇન્ડિયન ઇકોનોમી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગ્રામિણ વિસ્તારની સરખામણીમાં શહેરી વિસ્તારોમાં બેરોજગારી વધી છે. ગ્રામ્ય વિસ્તારમાં 7.23 ટકા બેરોજગારી દર છે, જ્યારે શહેરી વિસ્તારમાં 7.93 ટકા બેરોજગારી દર છે. આંકડા દર્શાવે છે કે, શહેરોમાં બેરોજગારીનો દર જાન્યુઆરીમાં 8.55 ટકાથી ઘટીને 7.93 ટકા થયો છે.
ગામડાઓમાં તે 6.48 ટકાથી વધીને 7.23 ટકા થયો છે. ફેબ્રુઆરીમાં સૌથી વધુ બેરોજગારી દર 18 ફેબ્રુઆરીએ હતો, જે 7.84 ટકા હતો. આ આંકડા પરથી જાણવા મળ્યું કે ભારતમાં એક તરફ ગ્રામીણ બેરોજગારી ઘટી છે ત્યારે બીજી તરફ શહેરી બેરોજગારી વધતી જોવા મળી જેનું મુખ્ય કારણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં નોકરીઓની ઘટતી સંખ્યા માનવામાં આવી. આવી સ્થિતિમાં બેરોજગારી સામે લડી રહેલા લોકો જ સમજી શકે છે કે રોજગાર શોધવો કેટલું મુશ્કેલ કામ હોઈ શકે છે.
સીએમઆઈઈના બેરોજગારી વિશેના આંકડાનું કેન્દ્ર સરકાર ખંડન કરતી આવી છે. ગ્રામ્ય બેરોજગારીની વાત કરવામાં આવે તો જાન્યુઆરી માસમાં આંકડો 6.48 ટકા આપ્યો છે જે પહેલા 7.23 ટકા જોવા મળ્યો હતો ત્યારે ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં આશરે 23 લાખ લોકો હાલ બેરોજગાર છે.