૧૭ સામે સામ-સામી ફરિયાદ: ઈદ-એ-મિલાદના જુલુસ વખતે થયેલા મનદુ:ખના કારણે ભરબપોરે સશસ્ત્ર ધીંગાણુ

જુનાગઢના માણાવદર ખાતે  ૯ થી ૯:૪૫ના સુમારે માણાવદર સરકારી દવાખાનાના ગ્રાઉન્ડમાં એક જ કોમના બેજુથો સામસામે આવી છરી, તલવારોઅને લોખંડના પાઈપમાંથી રીતસર ધીંગાણુ ફેલાયું હતું. જેમાં બંને જુથોના ફુલ નવજેટલા શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચતા જુનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવાપડયા હતા. ઘટનાના પગલે માણાવદરમાં તંગદિલી સાથે ચકચારનો માહોલ ઉઠવા પામ્યો છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માણાવદર ખાતે ગણતરીના દિવસો પહેલા જ ઈદ-એ-મિલાદના ધાર્મિક પ્રસંગના જુલુસ વખતે થયેલ એકબીજાને મનદુ:ખ અને તેમાં થયેલ ફરિયાદો અંગે વેરઝેર રાખી બંનેજુથો ગઈકાલે સવારના સુમારે નવથી પોણા દસ વાગ્યાના અરસામાં માણાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સશસ્ત્ર હથિયારો લઈને સામ-સામે ઉતરી આવ્યા હતા.

IMG 20181213 WA0029

જેમાં મોઈન ફિરોઝ (ઉ.વ.૧૮), હુસેન કાસમ (ઉ.વ.૬૦), અલ્તાફ ઈબ્રાહિમ (ઉ.વ.૨૮) તેમજ અન્યજુથના અમીન હુસેન, હનીફ મુસા, રફીક હાલા, હુસેન બુધિયા, રફીક મુસા તેમજ મુસા કાસમ સહિતનાને ગંભીર ઈજાઓ પહોંચતા જુનાગઢ સરકારીહોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવા પડયા હતા.

આ બનાવમાં પોલીસે રફીક મુસા સોલંકીની ફરિયાદ પરથી એક ઈમરાન ઉર્ફે ભુરો અસલમ કુરેશી, સીકંદર ઉર્ફે સીકલો અસલમ કુરેશી, દિલાવર ઉર્ફે કારો અસલમ કુરેશી, અલ્તાફ ઉર્ફે ટેમ્પુ, ઈભરામ દલ, મોસીન ફિરોઝ દલ, મહેબુબઉર્ફે મેબલો બકાલી, બહાદુર તારમહમદદલ રહે.બધા માણાવદર જયારે સામાપક્ષે મોઈન ફીરોઝ દલ, હનીફ ઉર્ફે તેરે નામ મુસા સેતા, રફીક મુસા સેતા, અમીન હુસેન ઉર્ફે કારા બુધિયા, સદામ હુસેન, રફીક મુસા સોલંકી, અનીસ મુસા સોલંકી, આસીફ હુસેન સોલંકી, સાહિલ સલીમ ઉર્ફે આફરીદી, કારાભાઈ બુધીયા, ભુરો ભલા બુધીયા સામે ફરિયાદ નોંધાવી હતી. બંને પક્ષના કુલ ૧૭ આરોપીઓ સામે પોલીસે ૩૦૭ તેમજ રાયોટીંગ સહિતની વિવિધ કલમો અન્વયે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.