ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગે વન ઘુવડ (ડાંગી ચિબરી) સંરક્ષણ દિવસની ઉજવણી કરી હતી. ડાંગ જિલ્લા દક્ષિણ ડાંગ વન વિભાગ તથા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયાના (WCSI) સંયુકત ઉપક્રમે તા 24 ઓકટોબર 2024ના રોજ કિલાદ કેમ્પસાઇટ ખાતે વન ઘુવડ (ડાંગી ચિબરી) સંરક્ષણ દિવસની ઉજવણી કરી હતી. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા અધિક્ષક બોટાનિકલ ગાર્ડન-વઘઇ ડી.કે.રબારીના માર્ગદર્શન હેઠળ વાંસદા નેશનલ પાર્કના કાર્ય વિસ્તારમાં આવેલ કિલાદ કેમ્પસાઇટ ખાતે Forest Owlet Conservation Day (વન ઘુવડ (ડાંગી ચિબરી) સંરક્ષણ દિવસ) ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દક્ષિણ ડાંગ વન વિભાગનો સ્ટાફ તથા વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયાના (WCSI) પ્રોજેક્ટ મેનેજર કૌશલ પટેલ તથા બર્ડ વોચરના નિષ્ણાંત મિતુલ દેસાઇ, મહમદ તથા આસપાસના વિસ્તારના બર્ડ વોચરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક બર્ડ વોચરોએ પોતાના અનુભવો તથા બર્ડ વોચીંગની સમજુતી આપી હતી. કાર્યક્રમના અંતે ડાંગી ચિબરી (Forest Owlet)નું સંરક્ષણ કરવાની તથા જાગૃતિ લાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.