વિજેતાઓને આકર્ષક ઈનામોથી સત્કારવામાં આવશે: ફોર્મ વિતરણ શરૂ
સામાજિક સેવા અને સમાજના ઉત્કર્ષ માટે અગ્રેસર સીઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સિઝન્સ સ્કવેર કલબ અને ફૂલછાબ દ્વારા નોરતાના આગમન પૂર્વે દાંડિયા શણગાર, આરતી શણગાર, ગરબો શણગાર તથા પ્રસાદ થાળ શણગાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શણગાર સ્પર્ધાઓ તા.૧૬મી સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ફૂલછાબ હોલમાં યોજાવવાની છે. સ્પર્ધા માટેના ફોર્મ સીઝન્સ સ્કવેર મોલ, અમીન માર્ગ, સાંદિપની સ્કુલ, એ/૧૩, ઉદયનગર, ઈન્દ્રપ્રસ્થ હોલ પાછળ, મવડી મેઈન રોડ, મવડી ચોકડી પાસે તથા રિના સ્કુલ ૩/૪, સરદારનગર, હેમુ ગઢવી હોલ પાસે, ટાગોર રોડ અને ઝેન ટેઈલર, રજત કોમ્પ્લેકસ, શોપ નં.૧૦૨, ૧૦૩, સરદારનગર મેઈન રોડ, એબીસી મેડિકલ સામેથી મળશે તેવું ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું.
આ ઓપન રાજકોટ સ્પર્ધામાં ૧૫ થી ૬૦ વર્ષ સુધીના કોઈ પણ સ્ત્રી તથા પુરુષ ભાગ લઈ શકશે. દરેક સ્પર્ધામાં ત્રણ-ત્રણ ઈનામો સાથે કુલ ૧૨ વિજેતાઓને ઈનામોથી નવાજવામાં આવશે તે ઉપરાંત અન્ય પ્રોત્સાહક ઈનામો બાન લેબ રાજકોટ દ્વારા આપવામાં આવનાર છે.