હનુમાન ચાલીસા પાઠ, રામધુન, ટેલેન્ટ શો, વકતૃત્વ સ્પર્ધા, શિયાળુ પાક સ્પર્ધા વગેરે ઈવેન્ટમાં બહોળી સંખ્યામાં મહિલાઓ બાળકો જોડાયા; આગેવાનો બહેનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રઘુવંશી નાત જમણને લઈ તાજેતરમાં હનુમાન ચાલીસાના પાઠ તથા રામધુનનું આયોજન સુંદર રીતે કરવામાં આવેલ જેમાં હનુમાન ચાલીસાના પાઠ તથા રામધુન પ્રેમ ભીક્ષુજી મહારાજ પ્રેરિત ખંડ હરિરામ સંકિર્તન મંદિર દ્વારા ખુબજ સુંદર રીતે રઘુવંશી પરિવારે આ ઉત્સવને માણ્યો હતો.
આ ઉપરાંત વકૃત્વ સ્પર્ધાબાળકો માટે યોજાયેલ જેના વિજેતાઓ પ્રિયા શિંગાળા, સોહમ ચંદારાણા, મૈત્રી જીમુલીયાને વકૃત્વ સ્પર્ધા બહેનો માટે યોજાયેલ જેના વિજેતાઓ માધવીબેન સૂચક, માધુરીબેન કોટેચા, મૃદુલાબેન હરખાણી, તદુપરાંત બાળકો માટે ટેલેન્ટ શો યોજાયેલ જેના વિજેતાઓ દીપ રાયઠઠ્ઠા, ઋત્વી નથવાણી, વંશિકા જોબનપુત્રા અને મેચિંગ કાઉનટીગ બહેનો માટે યોજાયેલ જેના વિજેતાઓ નેહાબેન હિન્ડોચા, રશ્મિબેન પજવાણી, નેહાબેન બુધ્ધદેવ સાથોસાથ શિયાળુ પાક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં રઘુવંશી પરિવારના બાળકો તથા બહેનોએ ભાગ લીધેલ.
આ કાર્યક્રમના ગેસ્ટ તરીકે વીણાબેન પાંધી, હંસાબેન ગણાત્રા, જસુમતીબેન વસાણી, મીનાબેન પારેખ, પીનાબેન કોટક પધારેલ અને કાર્યક્રમમાં જજના સ્થાને સ્મિતાબેન છગ અને રીટાબેન કોટક રહ્યા હતા.
ઉપરોકત કાર્યક્રમો માટે મનીષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, ત‚લતાબેન ચંદારાણા, શીતલબેન બુધ્ધદેવ, પ્રીતીબેન પાઉ, શોભનાબેન બાટવીયા, કિરણબેન કેશરીયા, જાગૃતિબેન ખીમાણી, રીમાબેન મણીયાર, શીતલબેન નથવાણી અમીબેન સેદાણી, હિરલબેન તન્ના ઈલાબેન પંચમતીયા, તૃપ્તીબેન નથવાણી, સુનીતાબેન ભાયાણી, ડોલીબેન નથવાણીએ જહેમત ઉઠાવી હતી.
આજે બહેનો અને બાળકો માટે ટ્રેડીશનલ ડ્રેસમાં દાંડિયા રાસ સાંજે ૬ વાગ્યાથી જાગનાથ મંદિર ચોક, રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલય પર રાખેલ છે.આ કાર્યક્રમમાં સહપરિવાર દાંડીયારાસમાં પધારવા અનુરોધ કરાયો છે. વિવિધ કાર્યક્રમોની સફળતા માટે આગેવાનો બહેનો ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.