આઠ હજાર વર્ષ પહેલાના ગુફા ચિત્રોમાં પણ નૃત્ય ચિત્રો જોવા મળ્યા હતા: 1600 ના દાયકાથી ભારતમાં કથ્થક નૃત્યનો પ્રારંભ થયો
આજનો દિવસ વિશ્ર્વમા નાચો, ગાવો અને ઝુમવાનો છે. પૃથ્વી પર વસતો ગમે તે માનવી કે પશુ-પંખીઓ આનંદ વ્યકત કરવા ઝુમવા લાગે છે, નૃત્ય કરે છે. આજે વૈશ્ર્વિક નૃત્ય કે ડાન્સ દિવસ છે. નૃત્ય માનવ જાતના જીવન સાથે જન્મજાત જોડાયેલો ભાગ છે. નાનકડા બાળકો પણ ગીત, સંગીત સાંભળે છે ત્યારે ઝુમવા લાગે છે. નવરાત્રીમાં પ્રાચિન અર્વાચિન ગરબા નૃત્ય કે ડિસ્કો દાંડીયા નર્તનનો એક ભાગ છે.નૃત્ય માનવ ઇતિહાસમાં 8000 બીસી પૂર્વે ભારતના ગુફા ચિત્રોમાં પણ જોવા મળે છે, આ અગાઉ 3300 બીસીથી ઇજિપ્તવાસીઓના આશ્રય સ્થાનોમાં તેના ચિત્રો જોવા મળ્યા હતા.
માનવસૃષ્ટિના વિકાસ સાથે 1600મી સદીમાં કથક નૃત્યનો ભારતમાં પ્રારંભ થયો હતો. ભારતમાંથી ઉદભવતા નૃત્યના વિવિધ આઠ સ્વરુપોમાંથી તે એક છે. મંદિરો અને ધાર્મિક નૃત્યનો પણ આપણાં દેશમાં ઇતિહાસ જોવા મળે છે.વિશ્ર્વની પ્રથમ સત્તાવાર ડાન્સ સ્કુલ, રોયલ એકેડમી ઓફ ડાન્સની સ્થાપના ફ્રાન્સ દેશમાં થઇ હતી. 1800મી સદીમાં આધુનિક ડાન્સ કે નૃત્યની શરુઆત થઇ હતી. શાસ્ત્રીય નૃત્યો જેવા કે જાઝ, ટેપ, સાલસા અને હિપ-હોપ તરફ આગળ વધીને નૃત્યનો વિકાસ થયો હતો.
આજના દિવસની ઉજવણી પરિવાર સાથે બાળથી મોટેરા સૌ સાથે મળીને કરો સાથે જીવનમાં નૃત્યની મહત્તા પણ સમજવી જરુરી છે. નૃત્ય કે ડાન્સની જનજાગૃતિ સાથે તેની ઉત્સાહ ઉમંગથી ઉજવણી કરશો. 1970 માં હિપ હોપ ડાન્સની શરુઆત થઇ અને ડી.જે.ના તાલે ગીત વાદ્યો સાથે લોકપ્રિય થયું. 2010 થી રાષ્ટ્રીય નૃત્ય દિવસ ઉજવવામાં આવે છે.
ડાન્સ થીમ આધારીત ડર્ટી ડાન્સીંગ, બિલી ઇલિયટ, બ્લેક સ્વાન અને ફુટલુઝ જેવી હોલી વુડ ફિલ્મો પણ ઘણી સફળ રહી હતી. નૃત્ય એક કસરતના ભાગરુપે સમજીને શરીર સ્વાસ્થ્ય માટે સારુ ગણાય છે. આનાથી સુગમતા, સંતુલન, સંકલન જેવી ઘણી બાબતો શીખવા મળે છે. નૃત્ય આપણને એરોબિક કસરત આપે છે. જેનાથી હ્રદય અને ફેફસાના ફાયદો થાય છે. માનસિક સ્વાસ્થ્યમાટે પણ નૃત્ય શારીશ્રિક પ્રવૃતિના ફાયદા સાથે હોર્મોન્સમાં બદલાવ લાવીને તણાવ ઘટાડે છે. ડાન્સ નૃત્યના ફાયદામાં સૌથી સારી બાબત એ છે કે તે આપણી યાદ શકિત બુસ્ત અપ કરે છે.