મુખ્ય મહેમાન તરીકે રક્ષાબેન બોળિયા, ડો. મનીષભાઈ મહેતા, વિજયભાઈ વાળા, ડો. ગૌરવીબેન ધ્રુવ, જીમ્મી અડવાણી, હરેશભાઈ જોષી ઉપસ્થિત રહ્યા: નાના-મોટા તમામ સ્પર્ધકોએ દર્શકોના દિલ જીત્યા
અબતક મીડીયાના સથવારે ગઈકાલે હેમુગઢવી હોલમાં સુરભી ડાન્સ એકેડેમી દ્વારા ટેલેન્ટ શો યોજાયો હતો.
જેમાં નાના મોટા સ્પર્ધકોએ સુંદર પરફોર્મન્સ આપી દર્શકોના દિલ જીત્યાં હતા મુખ્ય મહેમાન તરીકે રક્ષાબેન બોળિયા, ડો. મનિષભાઈ મહેતા, વિજયભાઈ વાળા, ડો. ગૌરવીબેન ધ્રુવ, જીમ્મીભાઈ અડવાણી, હરેશભાઈ જોષી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગણેશ સ્તુતીથી કાર્યક્રમનાં શુભારંભ બાદ એક પછી એક સુંદર ડાન્સ પરફોર્મન્સ દર્શકોએ નિહાળ્યા હતા.
સુરભી ગ્રુપ સાથે જોડાઈને બહુ જ આનંદ આવે છે: જાગૃતી ભટ્ટ
સુરભી ડાંસ કોમ્પીટીશનના સ્પર્ધક જાગૃતી ભટ્ટએ અબતકની મુલાકાતમાં જણાવ્યું કે તેઓ સુરભી એકેડમી ગ્રુપમા છ મહિનાથી પોતાની ડોટર સાથે જોડાયેલા છે. અમે આજે ડાંસ કરવાના છીએ મધર ડોટરનો તો આ ગ્રુપમાંથી અમને એવું શિખવા મળ્યું છે કે તમે તમારી જેવી શકિત હોય એ રીતે તમે ટેલેન્ટ બતાવી શકો છો અને કોઈ મધરને એવું નથી કે તે ડાંસ ન કરી શકે ગમે તેટલી ઉમરના હોય તો પણ તે ડાંસ કરી શકે છે. અમને સુરભી ગ્રુપ સાથે જોડાઈ ને બહુ જ આનંદ આવે છે. ખૂબજ મજા આવે છે. આમા અમે અમારી ટેલેન્ટ દેખાડી શકીએ છીએ લોકોને બસ એટલું કહેવા માગીએ છીએ કે તમે જે ડાંસ સાથે જોડાયેલા રહો તમારા ડોકટર સાથે તમારા ગ્રુપ સાથે રહો તો તમારામાં રહેલો ટેલેન્ટ તમે બહાર લાવી શકશો.
અમારી પાસે અઢી વર્ષથી લઈ ૪૦/૪૫ સુધીના લોકો ડાન્સ શીખે છે: રિધ્ધિ ત્રિવેદી
સુરભી ડાંસ ટેલેન્ટ સૌના ઓર્ગેનાઈઝર રિધ્ધિ રૂપેશ ત્રિવેદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે દર વર્ષે જુલાઈ તથા ઓગષ્ટમાં આ ટેલેન્ટ શો યોજીએ છીએ અમારી પાસે અઢી વર્ષથી લઈને ૪૦-૪૫ વર્ષ સુધીનાં લોકો શિખવા આવે છે. એજ બધાને લઈને આ ટેલેન્ટ શો યોજીએ છીએ આજે આ ટેલેન્ટ શોનાં મુખ્ય મહેમાન અંજલીબેન રૂપાણી છે જેના હસ્તે અમે આ ટેલેન્ટ શોનું ઉદઘાટન કર્યું છે. અને બહોળી સંખ્યામાં આ ટેલેન્ટ શો જોવા માટે લોકો આવ્યા છે. જેનો અમને ઘણો ઉત્સાહ છે. અમારા છોકરાઓ આ શોમાં વિવિધ પ્રકારનાં ડાન્સ, પ્રદર્શીત કરવાના છે. વેસ્ટર્ન ડાન્સનાં જેટલા પણ ફોર્મ્સ અમે શિખવાડી છીએ.
નાના-નાના ભુલકાઓનો ડાન્સ જોઇને લોકો ઉત્સુક બન્યા: જીમ્મી અડવાણી
શિવ સેનાના પ્રમુખ જીમ્મી અડવાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજે રાજકોટ ખાતે એક જબરદસ્ત ડાન્સ શોમાં આપ સહુનું અભીવાદન કરૂ છું. અભિવાદન એટલા માટે કરૂ છું કે આ ભવ્ય ટેલેન્ટ શો છે.
એ રાજકોટની નામાંકિક સંસ્થા સુરભી ડાન્સીંગ ગ્રુપ દ્વારા જે રૂપેશભાઈ ત્રિવેદી અને તેની આખી ટીમે આ માટે જહેમત ઉઠાવી છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં નહી પણ પુરા સૌરાષ્ટ્રમાં ડાન્સીંગ ક્ષેત્રે જેમનું બહોળુ નામ છે. તે આ કલાસમાં તમામ પ્રકારનાં ડાન્સ સીખવાડમાં આવે છે. દરેક બાળકો પર પૂરતુ ધ્યાન દેવામાં આવે છે. નાના-નાના ભૂલકાઓ વિવિધ ડાંન્સ રજૂ કરવાના રાજકોટના અનેક અગ્રણીઓ અને વાલીઓ વચ્ચે આ જબરજસ્ત ડાસીંગ શો જોવા માટે લોકો તત્પર છે.
એકેડમીની તાલીમ મેળવતા દરેક બાળકો-યુવાનો ખૂબ ખુશ છે: અશોકભાઈ ભટ્ટ
અબતકની મુલાકાતે અશોકભાઈ ભટ્ટએ જણાવ્યું હતુ કે, અમે સુરભી ડાન્સ કલબમાં છેલ્લા ૨૦ વર્ષ પ્રોગ્રામ જોઈએ છીએ અને એમની દરેક એકટીવીટી ડાન્સની તાલીમ સારી રીતે છોકરાઓને શિખવાડે છે, બધાને ટ્રેનીંગ આપે છે. તથા કલાસીસ જેટલા પણ છે. તેને ખૂબ સરસ રીતે હેન્ડલ કરે છે રૂપેશ ત્રિવેદી, રીધ્ધી ત્રિવેદી તથા તેનો સ્ટાફ પણ ખૂબ સારી રીતે હેન્ડલ કરે છે. અને અહીનાં છોકરાઓ પણ ખૂબ હેપી છે. આ ડાન્સ કલાસમાંથી ખૂબ સરસ પરફોર્મ આપે છે. જેથી બધાનો સપોટ ખૂબજ સારો છે.
આ કાર્યક્રમ માટે અમે બે મહિના પ્રેકટીસ કરેલી: રોહિત થાપા
સુરભી ટેલેન્ટ શોમાં પાર્ટીશીપટ રોહિત થાપા એ અબતક સાથેની વાતચીતમાં કહ્યું કે તે રાજકોટથી બીલીંગ કરે છે. આજના કાર્યક્રમ માટે એમણે બે મહિનાથી પ્રેકટીસ કરી છે. અમે બધા ઘણી બધી કોમ્પીટીશનમાં પાર્ટીસીપેટ કરી આવ્યા છીએ. મે ડાસીંગ કરવાનું સાત-થી આઠ વર્ષની ઉંમરમાં જ શરૂ કરી દીધું છે. આટલા બધા વર્ષોમાં ઘણી બધી કોમ્પીટીશન અમે જીત્યા છીએ અહી પહોચવા માટે રૂપેશ ત્રિવેદીએ ઘણી મહેનત કરી છે. જેનો અમે ખૂબ આભાર માનીએ છીએ.