આજે વિશ્ર્વ નૃત્ય દિવસ
ભારતમાં નૃત્ય કલા યુગોથી ચાલી આવતી પરંપરા છે: આજના યુગમાં યુવા વર્ગ વેસ્ટર્ન ડાન્સનો દિવાનો છે: વિશ્ર્વમાં 28 થી વધુ નૃત્યો સ્વરૂપો છે તેને જીવંત રાખવા 1982થી આ દિવસ ઉજવાય છે
આ વર્ષની ઉજવણી થીમ: નૃત્ય ભવિષ્ય, પરંપરાઓ વિકસાવવી અને તેની સીમાઓ વધારવી: નૃત્ય કલાથી માનવીનું મનહળવું થાય અ ને દર્શકના મનને પણ પ્રસન્ન કરે છે: આપણા પ્રાચિન ગ્રંથો અને શાસ્ત્રોમાં પણ નૃત્ય કલાનો ઉલ્લેખ જોવા મળે છે
આજના યુગમાં બાળથી મોટેરા ડીજેના તાલે રૂમઝુમ થાય અને શુભ પ્રસંગોએ તો ડાન્સ ફંકશન સૌથી પ્રિય જલ્વો: નૃત્ય કલાઓની જનની છે, માણસે રંગપથ્થર કે શબ્દમાં પોતાની આંતરીક અનુભૂતિને વાચા આપી તે પહેલા પોતાના દેહ દ્વારા એની અભિ વ્યકિત સાધી હતી
રૂમઝુમ કે નાચો આજ, ગાવો આજ, ગાવો આજ આવાતો અનેક ફિલ્મી ગીતોમાં ડાન્સની મહિમા ગવાયો છે. નૃત્ય કે ડાન્સ એ પ્રાચિન યુગોથી ચાલી આવતી કલા છે. યુનેસ્કો દ્વારા નૃત્ય કલાને જીવંત રાખવા પ્રોત્સાહન આપવા અને તે કલા અને કલાકાર વેગ મળે તેવા હેતુથી 1982થી વિશ્ર્વ નૃત્ય દિવસ ઉજવાય છે. આ કલાનો સિધો સંબંધ માનવી મન-ઉમંગ અને આનંદ સાથે સંકળાયેલો હોવાથી તે ખુશીની પળોમાં ઝુમવા લાગે છે. શ્રેષ્ઠ માધ્યમ છે.માનવીના મનની ખુશી સાથે તેનો સીધો સંબંધ હોવાથી ખુશીના રંગમાં નૃત્ય પ્રથમ પસંદગી ગણાય છે.ભારતીય સંસ્કૃતિમાં પ્રાચિન કાળથી નૃત્ય કલા માનવ જીવીન, સમાજ જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. સમગ્ર વિશ્ર્વમાં સૌથી નૃત્યકલા આપણી ભારતની ગણાય છે. વિશ્ર્વભરની શ્રેષ્ઠ નૃત્યાંગના આપણા દેશની જ છે.આપણા વિવિધ રાજયોના નૃત્યો અને કાઠીયાવાડી રાસ-ગરબાના દિવાની આખી દુનિયા છે.
બદલાતા યુગ સાથે નૃત્યો પણ બદલાયા અને વિદેશી કલ્ચરના પગલેઆજનો યુવા વર્ગ વેસ્ટર્ન ડાન્સનો દિવાનો છે. વિશ્ર્વભરમાં કુલ 28 થી વધુ નૃત્યો સ્વરૂપો જોવા મળે છે. અને આજથી 9 હજાર વર્ષ પહેલા પણ તેની નોંધ જોવા મળે છે. નૃત્ય માટે મનોરંજન માટે નહી આપણી તંદુરસ્તી માટે પણ સારૂ ગણાય છે. ડાન્સની કોઈ સીમા નથી હોતી તમે જેમ સ્ટેપ લેવા માંડો તેમ તમારૂ મનમોરબ ની થનગનાટ કરવા લાગે છે. વેસ્ટર્ન ડાન્સના પ્રભાવમાં આપણી ભારતીય સંસ્ક્ૃતિની નૃત્ય કલા ઝાંખી પડી રહી છે.ત્યારે આ યુગોથી ચાલી આવતી કલાને જીવંત રાખવા કાર્ય કરવું જરૂરી છે. નૃત્યકાર કયારેય એકલો નથી રહેતો તેની સાથે હમેશા નૃત્ય રહે છે.મોર્ડન બેલેટના નિર્માતા જીન-જયોર્જ નોવરનાં જન્મ દિવસની યાદમાં આ દિવસ ઉજવાય છે. લોકોમાં નૃત્ય પ્રત્યેની જાગરૂકતા લાવવા વર્લ્ડ ડાન્સ ડે ઉજવાય છે.
યુનેસ્કો સમગ્ર વિશ્ર્વની નર્તન કલાને સ્ટેજ પુરૂ પાડીને પર્પસ ઓફ ડાન્સ થીમ આધારીત વિવિધ આયોજન કરી રહ્યા છે. 3300 બીસીનીસાલમાં નૃત્યનો પ્રથમ પુરાવો મળ્યો હતો. જેમાં ભારતીય દિવાલો અને ઈજીપ્તની કબરોમાં અને તે વખતનાં પ્રાચીન ખડકોમાં નૃત્ય પ્રતિકૃતિ જોવા મળી હતી. 1832માં બેલે નૃત્યના પ્રદર્શનમાં શુઝનો પ્રથમવાર ઉપયોગ કયો હર્તો.1950 થી 1970ના ગાળામાં નૃત્યની લોકપ્રિયતા વધવાથી તેની વિવિધ ટીવીનો વિકાસ થયો.
2005માં લોકપ્રિય ટીવી શો ડાન્સિંગ વીથ ધ સ્ટાર્સ, માં બેલે નૃત્ય સ્પર્ધા યોજાવાથી સમગ્ર વિશ્ર્વમાં તહલકો મચી જતા નૃત્યની લોકપ્રિયતા આસમાન આંબી ગઈ હતી. નૃત્યનો ઉપયોગ ઘણીવાર સારવારમાં પણ કરાય છે. તેનાથી તાણ ઘટાડી શકાય છે.શારીરીક અને માનસીક સ્વાસ્થ્ય માટે નૃત્યકલા શ્રેષ્ઠ છે. કેટલાંક વિકલાંગો પણ પોતાની શકિત પ્રદર્શિત કરવા નૃત્યનો ઉપયોગ કર્યો હતો.
જયોર્જ નોવરે એક ફ્રેન્ચ નૃત્યકાર હતા, તેણે 19મી સદીમાં ઘણા નૃત્યના પ્રકારોના પિતામહાગણવામાં આવે છે. તેની ઈચ્છા ડાન્સ સ્ક્ુલમાંથી આ નૃત્યકલા શિક્ષણમાં સામેલ કરાય તેણે લખેલા પુસ્તક ‘લેટર્સઓન ધ ડાન્સ’માં નૃત્ય કલાની તમામ યુકિત શિખવવામાં આવી છે. નૃત્ય ભાવના વ્યકત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. આપણા દેશમાં કથક, કથકલી, ઓડીસી, કુચીપુડી, મણીપુરી, મોહિનીઅટ્ટમ, સત્રિયા, પક્ષગાન, છળ જેવા ડાન્સ ફોર્મ તેના મુળ પ્રદેશ સાથે જોવા મળે છે. વિવિધતામાં એકતા સમાજ ભારત દેશના તમામ રાજયોમાં પોતીકા નૃત્યો છે. જે તેનીસંસ્કૃતિથી જોડી રાખે છે.નૃત્યના સૌથી જુના પુરાવા 10 હજાર વર્ષથી વધુ જુના ગુફા રેખાંકનોમાં જોવા મળેલા છે. પહેલા તો દેવતાની પુજા કરવા અને વાર્તાકહેતા તેનો ઉપયોગ થતો હતો.
1950થી 70 વચ્ચે પોપ મ્યુઝિકની લોકપ્રિયતામાં ઉછાળો આવ્યોહતો. વિશ્ર્વ વિખ્યાત માઈકલ જેકશન આ ડાન્સ કલામાં નવીનતમ પ્રયોગો કરીને વિશ્ર્વના યુવા વર્ગને ઘેલા કર્યા હતા. ભાવી પેઢીને ડાન્સમાં રસ લેતો કરી તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે. વિશ્ર્વમાં હાલ પાંચ પ્રકારોમાં બેલે, હિપ-હોપ, સાલસા, ભારતનાટયમ અને ધ ડ્રેગન ડાન્સ ખુબજ જાણીતા બન્યા છે. ભારત નાટયમ નૃત્ય સૌથી પ્રાચીન ગણવાામં આવે છે.લગભગ એક હજાર બીસીના ગાળામાં હિન્દુ મંદિરોમાં વિકસીત થયું હતુ. આમાં મહિલાઓ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગટ કરતા હતા બેલે નૃત્ય પણ, ચિનના ડ્રેગન નૃત્યની જેમ વિશ્ર્વમાં જાણીતું બની ગયા હતા. ભારતના લોકનૃત્યને પ્રમુખ લોકનૃત્ય અને વિવિધ રાજયોનાં લોકનૃત્ય એમ બે પ્રકારના વહેચી શકાય છે. આપણા ગુજરાતના ગરબા, દાંડિયારાસ, ટિપ્પણી, ભવાઈ, જુયુરીઉ મુખ્ય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં નૃત્યકલાનો પણ સમાવેશ થાય છે.
માનવી જેમ જેમ સમુહમાં રહેવા લાગ્યો તેમતેમ જીવવાની વ્યવસ્તથા બદલાતા તેની સંસ્કૃતિમાં અસર પડતા સમુહ નૃત્યનો ઉદય થયો હતો. આદિ માનવ માટે જન્મથી મૃત્યુ સુધીનો એક પણ પ્રસંગ એવો ન હતો જેમાં નૃત્ય ન હોય.