અબતક,રાજકોટ
સંગીત , નૃત્ય , નાટય ક્ષેત્રે બે દાયકાથી પ્રવૃત કલા સંસ્થા શ્રીરંજની આર્ટસનો કલાકારો દ્વારા તા . 19-02 ને શનિવારનાં રોજ નરસિંહ મહેતા યુનિવર્સીટી ,જુનાગઢ આયોજીત સંગીત , નૃત્ય , નાટયમય કાર્યક્રમનું મંચન થયું . એટલે કે તાલ વૈવિધ્યસભર ‘ અનાહત ’ દ્વારા સાંસ્કૃતિક વારસાની ગરિમા જળવાય રહે તેવો સફળ પ્રયોગ કરવામાં નૃત્ય નાટિકા આવ્યો હતો.
જેમાં કબિરવાણીને આવરી લઇ , સાંપ્રત સમસ્યાઓ , સૂફી , લોકનૃત્યો , ગરબા અને નાટયનો સુંદર અને સફળ સમન્વય પ્રસ્તુત થયો.ભારતી ઘનશ્યામની કોસ્ચ્યુમ વ્યવસ્થા સાથે જુગ્તા દવે , સોનલ રાવલ , હેત્વી લિંબડીયા , પરી સોની , પ્રીત્વી લિંબડીયા , માહી સોમૈયા , શ્રીધર મહેતા , ગૌતમ દવે , રૂષિ ત્રિવેદી , ગીત શુક્લ , મીત ટીકરીયા , દેવ રાઘવાણી , યશ પંડયા , ગીતાશ સ્વાદિયા , જેવા કલાકારો માટે અશોક લુંગાતર દ્વારા મંચસજ્જા કરવામાં આવી જેમાં વિમલ નિમ્બાર્કનાં પ્રકાશ આયોજન સાથે નીપા દવે નિર્દેશિત – પ્રસ્તુત ’ અનાહત ’ કૃતિને પ્રેક્ષકોએ ખૂબ જ બિરદાવી.અંતમાં તરબોળ થઇ કલાકારો સાથે પ્રેક્ષકો પણ ઝૂમી ઉઠયાને જુનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર રાજેશ તન્ના , ચેતન ત્રિવેદી , રજીસ્ટ્રાર ડો . મયંક સોની , એ.સી.એસ. નાં પ્રમુખ ડો . જગદીશ જોષી , સહિત તમામ આમંત્રિત મહાનુભાવો સ્ટેજ પર આવી કલાકારોને અભિનંદન આપ્યા હતા.