ફોર્મ ભરવાનું શરૂ : વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાશે
આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રવિરાંદલ ફિલ્મસ દ્વારા ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ અંતર્ગત રેમ્પ વોક સ્પર્ધા અને ડાન્સ સ્પર્ધાનું આયોજન તા. ૭ અને ૮ ડિસે.૨૦૧૮ના રોજ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ સિમરન અર્બન વિવાહ ધ ગ્રાન્ટ વેડીંગ એકઝીબીશન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. જેમાં રેમ્પવોકમાં ૧૫ વર્ષથી ૨૫ વર્ષ અને ૨૫ વર્ષથી ઉપરનાં કોઈપણ ભઈઓબ હેનો ભાગ લઈ શકશે. મોટી ઉંમરની બહેનો માટે ભાભીનો રાઉન્ડ પણ રાખવામાં આવ્યો છે.
તો ડાન્સ સ્પર્ધામાં ૫ વર્ષથી ૧૫ વર્ષ અને ૧૫ વર્ષથી ઉપરના કોઈપણ ભાઈ બહેન ભાગ લઈ શકશે. વિજેતાને શિલ્ડ સર્ટીફીકેટ, રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે. સાથે સાથે ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બરોડાના પ્રોફેશનલ મોડલ શિવાની નેગી, અમદાવાદના રોશની રાઠોડ, રાજકોટના રિયા મુલ્લા, મુંબઈના પુનિતા પરમાર, હિતેષ ગણાત્રા, વૈશ્ર્નવી હરાડ ઉપસ્થિત રહીક રેમ્પ વોક કરશે. આ કાર્યક્રમનો સફળ બનાવવા હિતેષ ગણાત્રા, નિતિન પટેલ, ઉમેશ શેઠ યુટર્ન ઓપ્ટીકલ મોલ, જયપ્રકાશ પટેલ સૌરાષ્ટ્ર ડેવલોપર્સ, જીતા દત્તાણી અફઝલ આશા ઓલસ્પેસ, રવિ સત્યમ્ સ્ટેશનર્સ, રોનક પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમ માણવા અને બહારનાં મોડલોને સત્કારવા તથા સ્પર્ધામાં ભાગ લેવા જાહેર જનતાને અનુરોધ છે. સ્પર્ધામાં ભાગ લેવા અને વધુ માહિતી માટે હિતેષ ગણાત્રા ૮૧૬૦૦૬૯૨૩૨, નિતિન પટેલ ૯૯૭૯૬ ૬૫૫૭૭નો સંપર્ક કરવો. કાર્યક્રમને ભવ્ય બનાવવા હિતેષ ગણાત્રા, મીતા સુચક અને બાબુ ભરવાડે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.