શિવભાણ સિંહ,સેલવાસ:આજરોજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલના જન્મદિવસની પ્રશાસક બિહાર જન સેવા સંઘ દાદરા નગર હવેલી વતી રિંગરોડ આમલી ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પર્યાવરણને વધુ હરિયાળું બનાવવા પહેલ કરાઈ હતી.આ તકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી શુદ્ધ પર્યાવરણ અને વૃક્ષોના જતન માટેનો લોકોને પ્રેરક સંદેશો અપાયો હતો.

આ કાર્યક્રમમાં 30થી વધુ લીમડાના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સેલવાસ નગરપાલિકા પ્રમુખ રાકેશ સિંહ ચૌહાણ જી અને ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ વિશાલ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત નગરપાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્તે વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બિહાર જન સેવા સંઘના સ્થાપક અને દાદરા નગર હવેલી દમણ દીવ ભારતીય જનતા પાર્ટીના રાજ્ય પ્રવક્તા દ્વારકાનાથ પાંડે, પ્રમુખ ગુપ્તેશ્વર પાઠક, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ શૈલેન્દ્ર સિંહા, ભાજપના પ્રદેશ સચિવ અનિલ દીક્ષિત, ઉપેન્દ્રનાથ તિવારી, ડો. ચૌબે, એસ.એન. ઝા, કાલીકાંત ઝા, લાલજી તિવારી, સુમંત, જયેશ ગાડીયન, રમેશ તિવારી, રાજુ મિશ્રા, મુન્ના મિશ્રા તિવારી, ઉમાશંકર તિવારી, ધીરજ સિંહ, વિપીન તિવારી, ધનંજય દુબે, બેલિસ્ટર તિવારી, દેવેન્દ્ર શર્મા, પટેલ રિક્સા, ગોવિંદ પ્રસાદ, સાધુ યાદવ શ્યામ નારાયણ ચૌબે, રાજેશ પાંડે, ઉમેશ તિવારી, અચ્યબર તિવારી, સરોજ તિવારી, વિજય મિશ્રા, દેવી શ્રીવાસ્તવ, વિજય રામ, ધનંજય ગુપ્તા સહિત સેંકડો કામદારો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.