બે વર્ષ માટે ૧૮૯ કરોડ રૂપિયાનુ ભંડોળ કોલેજ માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું

શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પીટલના કોન્ફરન્સ હોલમાં ગઈકાલે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, ટેબ ડીઓસી અને આલ્બેન્ડેઝોલના માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પર નેશનલ હેલ્થ મિશન દ્વારાએનવીબીડીસીપીના એસપીઓ ડો. એસ કુમારના માર્ગદર્શનમાંઆ કાર્યક્રમનું આયોજના કરવામાં આવ્યું હતું. એમાં સમગ્ર દાનહમાં એનવીબીડીસીપી કાર્યક્રમ અંતર્ગત ફાઈલેરિયા રોકથામ માટે ૨૬,૨૭ અને ૨૮ નવેમ્બરના રોજ સામુહિક દવા વિતરણ કરવામાં આવશે.

આ અવસર પર ડો. એસ કુમારે પ્રોગ્રામની માહિતી આપતા જણાવ્યું હતું કે, ફાઈલેરિયા શું છે ? તેમને જણવ્યું કે લિમ્ફેટીક ફાઈલેરિયા એક કૃમિ થી ઉત્તપન થયા છે અથવા તો આ મચ્છરો દ્વારા ફેલાય છે. આ રોગ થાય તો  પહેલા ૨-૩ વર્ષ સુધી આ રોગની ખાબર પડતી નથી. અને થોડા વર્ષો પછી ધીમે ધીમે ધીમે તાવ, દુખાવો આવાનું શરુ થઇ જય છે.

ત્યાર પછી પગમાં સોજો આવાનું શરુ થઇ જાય છે. એમ ડી એ એટલે સામુહિક દવા વિતરણ કાર્યક્રમાં છે. જેમાં આ ફાઈલેરિયા થી પ્રભાવિત વિસ્તારોમાં ફાઈલેરિયા રોકથામમાટે વર્ષમાં એક વાર ડી.ઈ.સી. (ડાઈ ઈથાઈલ કાર્બામેજીન-સીટરેટ) તેમજ એલ્વેન્ડાજોલને પ્રત્યેક વ્યક્તિને આપવામાં આવે છે. આ દવા પપ્રત્યેક સ્વસ્થ વ્યક્તિ લઇ સકે છે અને આ દવા બે વર્ષ થી ઓછી વય, ગર્ભવતી મહિલા, ગંભીર ગુપાથી બીમાર વ્યક્તિ નથી લઇ શકે છે. આ દવા વયના પ્રમાણમાં અલગ-અલગ છે.

જેમાં ૨-૬ વર્ષનાને ડીઇસી ૧૦૦ એમજીની ૧ ગોળી અને એલ્વેન્ડાજોલ ૪૦૦ એમજીની ૧ ગોળી આપવાની રહશે. ૬-૧૪ વર્ષનાને ડીઇસી ૧૦૦ એમજીની ૨ ગોળી અને એલ્વેન્ડાજોલ ૪૦૦ એમજીની ૧ ગોળી આપવાની રહશે. ૧૪ વધુ વર્ષનાને ડીઇસી ૧૦૦ એમજીની ૩ ગોળી અને એલ્વેન્ડાજોલ ૪૦૦ એમજીની ૧ ગોળી આપવાની રહશે. આ ગોળીઓ ભોજન કાર્ય પછી લેવાની રહશે. અને આ દવાના કોઈ પણ સાઈડ ઈફેક્ટ નથી છે. અને આ ગોળીના કોઈ પણ પ્રકારના ઈફેક્ટ થાય નથી. પરંતુ ક્યારે ક્યારે જે મનુષ્યના રક્તમાં કૃમીઓ હોય છે તેઓને આ દવા લીધા પછી શરીરમાં દુખાવો, ઉલટી, માથામાં દુખાવો,તવા, શરીરમાં લાલ દાગ અને ખુજલી થઇ શકે છે. આ લક્ષણો અસ્થાઈ હોય છે એટલે કે, થોડી વારમાં સારા થઇ જાય છે.આને આવી કોઈ મુશ્કેલીઓ આવે તો સ્વાસ્થ્ય કર્મી અથવા તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. આ રોગથી બચવા માટે મચ્છરોથી બચવું જોઈએ.

ડો. એસ કુમારે વધુમાં જણાવ્યું કે, આ રોગમાં વ્યક્તિ બહારથી સ્વસ્થ દેખાય છે. પરતું આવું હોતું નથી આમાં વ્યક્તિને રોગ વિશે ઘણો સમય પછી ખબર પડે છે. આમાં આ સામુહિક દવા વિતરણનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. મોટા ભાગે આ રોજ બહારથી આવે છે જેવા કે નોકરી માટે બહારથી આવતા લોકો જેમાં યુપી, એમપીના વિસ્તારોમાં વધુ આ રોગ જોવા મળે છે. આને આપના પ્રદેશમાં  રોજગાર માટે લોકો આ વિસ્તારો માંથી વધારા આવે છે. એટલે પહેલા આ ઓદ્યોગિક વિસ્તારોમાં આ દવાઓનું વિતરણ કરવામાં આવશે. જેથી કરીને આ રોગ પર નિયત્રણ કરી શકાય. આ રોગ ગામડાઓના પ્રમાણમાં  અર્બન વિસ્તારોમાં વધુ જોવા મળે છે. આપણા દાદરા નગર હવેલીઅમાં આ ફાઈલેરિયા દિવસ અંતર્ગત સામુહિક દવા સેવન તારીખ ૨૬,૨૭ અને ૨૮ નવેમ્બરના રોજ કરવામાં આવશે અને આ ત્રણ દિવસોમાં લોકોને આવરી ન લેવાયતો સેલવાસ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં અલગથી કેન્દ્ર બનાવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.