ઉત્તર પ્રદેશના જલાઉન જિલ્લાની ઉરાઇ જેલમાંથી ચાર પગવાળાં ગુનેગારો બહાર આવ્યા હતા. ચોંકી ગયા ને ? જી હા, વાત એકદમ સાચી છે. આ ચાર પગવાળા ગુનેગારો એટલે આઠ ગધેડાઓનું ટોળું. જેમણે જેલની બહારના પ્રાંગણમાં રહેલાં કિંમતી પ્લાન્ટોને ખાયને નાશ કર્યો હતો. તેમના આ કૃત્યને કારણે તેમને ચાર દિવસ માટે જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે ગધેડાઓએ નાશ કરેલાં પ્લાન્ટો ખૂબ કિંમતી હોવાને કારણે જેલ અધિકારીઓને લાખો રુ૫યાનું નુકશાન થયું છે.
માલિકને ચેતવણી આપી હોવા છતાં તેણે ગધેડાઓને છૂટા મૂક્યા હતા આથી તેમણે પ્લાન્ટોનો નાશ કર્યોે અને પોલીસે ગધેડાઓનાં ટોળાની અટકાયત કરી.
જો કે ૪ દિવસ સુધી જેલમાં બંધ રાખ્યા બાદ કોઇ સ્થાનિક રાજકરણીએ જામીન અપાવતા આઠેય ગધેડાઓને છોડી દેવાયા હતા.