ગંભીર રીતે ઘવાયેલા યુવાન ભાનમાં આવ્યા બાદ હુમલો કોને અને શા માટે કર્યાનું બહાર આવશે
લાઠી તાલુકાના શાખપુર ગામની એસબીઆઇ બેંકના કેશિયર પર બે અજાણ્યા શખ્સોએ છરીથી ખુની હુમલો કરી ભાગી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. ગંભીર રીતે ઘવાયેલા યુવક ભાનમાં આવ્યા બાદ તેના પર હુમલો કોને અને શા માટે કર્યા તે અંગેની વિગતોદ બહાર આવશે તેમ પોલીસ સુત્રો જણાવે છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દામનગર રહેતા અને શાખપુર ગામની એસબીઆઇ બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતા અંકિતભાઇ રમેશભાઇ સૈની નામનો યુવાન પોતાના સહ કર્મચારી રોહિતભાઇ જગદીશભાઇ પરમારના બાઇક પાછળ બેસી શાખપુરથી દામનગર જતા હતા ત્યારે વગડીયા હનુમાનજી મંદિર પાસે પહોચ્યા ત્યારે ડબલ સવારી બાઇકમાં પાછળથી આવેલા શખ્સો પૈકી બાઇક પાછળ બેઠેલા શખ્સ અંકિતભાઇ સૈનીના પડખામાં છરીથી હુમલો કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
ગંભીર રીતે ઘવાયેલા અંકિતભાઇ સૈનીને ગારીયાધાર બાદ ભાવનગર હોસ્5િટલમાં દાખલ કરાયા છે. તે ભાનમાં આવ્યા બાદ તેમના પર હુમલો કોને અને શા માટે કર્યો ને અંગેની વિગતો બહાર આવશે તેમ પીએસઆઇ એચ.જી. ગોહિલે જણાવ્યું હતું. છરીથી હુમલો કરી બન્ને શખ્સો બાઇક પર દામનગર તરફ ભાગ્યાની અને તેઓ 20 થી રપ વર્ષના હોવાનું તેમજ તેના હોન્ડાનો પાછળનો નંબર 1368 હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.