દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી માં ચાલતા ભ્રષ્ટાચાર ની વારંવારની ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સૌરાષ્ટ્ર ઝોન જૂનાગઢ સુધી કરાયેલ રજૂઆતોમાં તંત્ર જાતે અન્ય પરિબળો ને જવાબદાર ઠેરવી કરોડોની કિંમત ની 400 મીમી લોખડ ની લાઈન દટાઈ ગઈ સડી તણાઈ ગઈ હોવાનું પત્રથી એકરાર કર્યો છે.
એક કિ.મી. લાંબી 400 મી.મી. લોખંડની પાઇપ એમ.પી.નો સરકારી પત્રકનો એકરાર
ત્યારે સવાલ લોકો દામનગરમાં આવો ભારે વરસાદ ક્યારે પડ્યો હશે ? અને મોટો ભુકંપ ક્યારે આવ્યો હશે ? રામ જાણે પણ પાણી પુરવઠા ના ઈજનેર કહે છે એટલે હશે કરોડો ની કિંમત ની લોખડ લાઈન વરસાદમાં તણાઇ પાણી કાર્યપાલક ઈજનેર પત્રમાં વહાવીટી સતા નહિ હોવાનું રટણ કરી તંત્ર ને ભલે દૂધે ધોઈ આપે કે દામનગર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ને વહીવટી સતા નથી પણ ભ્રષ્ટાચાર કરવા વહીવટી સતા ની ક્યાં જરૂર છે ?
સરકારી સમાન સગેવગે કરવા માં કોની મંજૂરી માત્ર ઉપરી ના આશીર્વાદ જ પર્યાપ્ત હોય છે માત્ર દુષ્કાળમાં 45 દિવસ સુધી રેલવે સ્ટેશન થી પુરવઠા બોર્ડ ના ઓવર હેડ સુધી પાણી પહોંચાડવા હંગામી 400 મીમી વ્યાસ ની લોખડ ની એક કિમિ ની લાઈન અન્ય પરિબળો વાતાવરણ પુર માં તણાઈ નું કારણ આપતા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર અમરેલીના નં પીબી/ દામનગર કાળુભાર ના પત્ર થી જવાબ ગ્રાહય રાખવા અરજદાર અને તંત્ર ને વિનંતી પત્ર પાઠવી પાણી પુરવઠા બોર્ડ ના મુખ્ય ઉજનેર જૂનાગઢ જિલ્લા કલેકટર અમરેલી નાયબ કાર્યપાલક લીલીયા ને પાઠવી લાઈન તણાઈ ગઈ અને દટાઈ ગઈ હોવા નું ગ્રાહ્ય રાખશો તેવી વિનંતી સાથે લુલો બચાવ કર્યો દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની તપાસ માટે ગુજરાત રાજ્ય એસી બી કરે તેવી માંગ સાથે ફરિયાદી એ ડફનાળા અમદાવાદ સ્ટેટ એસી બી ને વિગતે આધાર પુરાવા સાથે લેખિત ફરિયાદ કરી છે.