ચોકકસ વેપારીઓને ટાર્ગેટ કરી કાર્યવાહી કરતા અડધો દિવસ વેપાર-ધંધા ઠપ: વેપારીઓની ચીફ ઓફીસર- મામલતદારને રજૂઆત
દામનગર શહેર સજ્જડ બંધ વેપારી ઓએ નારાજગી સાથે મામલતદાર ચીફ ઓફિસર પોલીસ સહિત ને આવેદન પત્ર પાઠવી સોશ્યલ ડિસ્ટન્ટ અને માસ્ક ના આકરાં દંડ નો વિરોધ કર્યો વારંવાર ચોક્કસ વેપારી ઓને જ કેમ ટાર્ગેટ કરાય છે ? ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ની ગાઈડ લાઇન નું પાલન કરાવતું તંત્ર વારંવાર મુખ્ય બજારો માં માસ્ક અને આર્ટિફીશ્યલ ટેસ્ટ ની તપાસ ના કામે વેપારી ઓ સાથે ઘર્ષણ કરતા બનાવો સામાન્ય થઈ રહ્યા છે દુકાનદારે સ્પષ્ટ બોર્ડ મૂકી ને માસ્ક ફરજીયાત પહેરી નેજ પ્રવેશ કરવા ની તાકીદ છતાં દુકાન માં આવનાર ગ્રાહક માસ્ક ન પહેરે તો પણ વેપારી પાસે દંડ કેમ?
આવા પ્રશ્નો વારંવાર બનવા લાગ્યા ત્યારે આજે સવારે ના લુહાર શેરી માં પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ ના કર્મચારી ઓએ વેપારી પાસે ધરાર દંડ લેવા નો આગ્રહ રાખતા નારાજગી સાથે દુકાનો ટપો ટપ બંધ કરી સામુહિક પણા માં વેપારી ઓએ નગરપાલિકા કચેરી એ એકત્રિત થઈ તાલુકા મામલતદાર ચીફ ઓફિસર પોલીસ ને આવેદન પત્ર પાઠવી ન્યાય ની માંગ કરી હતી લાંબા લોકડાઉન બાદ અનલોક પછી માંડ માંડ સામાન્ય વેપાર કરતા વેપારી વર્ગ ને પજવતા પ્રશ્ને સરકાર માં આવેદન પત્ર પાઠવી યોગ્ય ઉકેલ લાવવા માંગ બુલંદ કરી હતી