શાસકોએ વિકાસની રફતાર વધારી પણ સુજબુજની ગતી ઠપ્પ?
દામનગર શહેર માં નગરપાલિકા નો વિકાસ એટલી બધી સિપડ થી ચાલે છે કે રોડ ઉપર થી વંડી એ ચડ્યો બાંધકામ માં વપરાતી ઇંટ 10 રૂપિયો મળે છે અને પેવર બ્લોક 25 થી 28 રૂપિયા સુધી તંત્ર દ્વારા ખરીદી કરાય છે ત્યારે ઈંટ કરતા મજબૂત તો ખરા ને ? શહેર માં 13 માં નાણાં પંચ ના રોડ બની ને તૈયાર થાય ત્યાં સુધી માં 14 માં નાણાં પંચ ની ગ્રાન્ટ આવી જ જાય છે શહેર ના ભૂગર્ભ ગટર બાદ રસ્તા રિપેરીગ કરવા 10 કરોડ ની ગ્રાન્ટ માંથી રીફિટીંગ કરવા ને બદલે પાલિકા તંત્ર એ પેવર બ્લોક ની લ્હાણી કરી જેને જોઈ એટલા પેવર બ્લોક લઈ જવા ની છૂટ મળતા જ વિકાસ વંડી એ ચડ્યો આટલી બધી સ્પીડ થી પેવરબ્લોક વિકાસ ચાલે છે આ દ્રશ્ય દરેક વિસ્તાર માં જોવા મળે છે.
મકાનો ની કમ્પાઉન્ડ હોલ ખેતીવાડી ના રેવન્યુ રસ્તા ઓ સહિત માં પાલિકા ના પેવર બ્લોક જોવા મળે છે પેવર બ્લોક રોડ માં પણ કમાલ કરાય છે એક વખત જમણી બાજુ ના સરનામાં થી પેવર બ્લોક મજૂર થાય બીજી વખત એજ રસ્તો ડાબી બાજુ ના સરનામાં દર્શાવી કમાલ કરાય છે ભૂગર્ભ ગટર બાદ મુખ્ય બજાર ના રસ્તા ઓ ના રિફીટીંગ માટે દરખાસ્ત કરી મળેલ ગ્રાન્ટ માંથી સરકારી પડતર અને ગૌચર ની જમીનો માં રસ્તા બનાવતા પાલિકા શાસકો ને મુખ્ય બજાર ના રસ્તા રિપેરીગ માં ક્યાં થી રસ હોય ? આટલી બધી સ્પીડ થી ચાલતો વિકાસ હવે તો વંડી એ ચડ્યો છે.