ભાવનગર શિશુવિહાર ખાતે માનભાઈ ભટ્ટની સ્મૃતિ માં ૨૯મો નાગરિક સન્માન સમારોહમાં દામનગરની સાહિત્ય સંસ્થા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયને ૧૦૦ પુસ્તકોનો સંપુટ પૂજ્ય મોરારીબાપુના વરદહસ્તે અર્પણ કરાયો દામનગર શહેરમાં સાહિત્ય જગતની શાન ૧૨૮ વર્ષ જૂની મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયને ભાવનગર શિશુવિહાર ખાતે બાળ કેળવણીના પિતામહ ચક્ષુદાન અને રક્તદાનની મુહિમ ને રાષ્ટ્રીય ફલક પર ફેલાવી દેનાર મહા માનવ માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં યોજાયેલ ૨૯માં નાગરિક સન્માન સમારોહમાં મહાત્મા ગાંધીના આદર્શોને આચરણ બનાવતી ભાવનગર જિલ્લાની ૫૪ શાળાઓને ગોખલે જ્ઞાન પુસ્તકાલય હેઠળ ૧૦૦-૧૦૦ પુસ્તકોનો સંપુટ અર્પણ કરાયો હતો.
તેમાં દામનગરની મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયને ૧૦૦ પુસ્તકોનો સંપુટ મણીભાઈ પુસ્તકાલયના મંત્રી નટુભાઈ ભાતિયા અને ભરતભાઈ ભટ્ટને અર્પણ કરાયો