નેવાના પાણી મોગે ચડાવવા જેવી કપરી  કામગીરી સફળ

જયભૂરખીયા જળ અભિયાન સમિતિની મહેનત લેખે લાગી

દામનગરના  સ્વયંભૂ પ્રાગ્ટય કુંભનાથ મહાદેવ  મંદિરનું વર્ષોથી બીન ઉપયોગી તળાવનું નવસર્જન કરવાનું  જય ભૂરખીયા જળ અભીયાન સમિતિએ નેવાના પાણી મોભે ચડાવવા જેવુ સફળ કાર્ય કરી તળાવ નવસર્જન કરતા તળાવ વર્ષો પછી છલોછલ થયું હતુ. અને જય ભૂરખીયા જળ અભીયાન સમિતિની મહેનત લેખે લાગી છે.

જય ભુરખિયા જળ અભિયાન સમિતિ નું કાર્ય એક સમયે હાસ્યસ્પદ લાગી રહ્યું હતું ખારાપાટ વિસ્તાર ના અસંખ્ય ગ્રામ્ય માંથી પસાર થતા વરસાદી પાણી ને દામનગર તળાવ તરફ વાળવા નું કપરું કાર્ય એકદમ મામુલી વરસાદી પાણી ની આવક થી દામનગર ના કુંભનાથ તળાવ કેમ ભરાશે ? જય ભુરખિયા જળ અભિયાન ના યુવાનો એ આ જટિલ બીડું ઉપાડ્યું ગામો ગામ જળ અભિયાન તળાવ ચેકડેમ બંધારા નિર્માણ થતા કુંભનાથ તળાવ ને વર્ષો પહેલા જે દુરંદેશી એ નામદાર શ્રીમંત સરકાર  ગાયકવાડ ગળાવ્યું તે હાવતડ તરફ થી વરસાદી પાણી ની આવક ભરાતું તે પાણી ની આવક સદંતર બંધ થઈ ગયેલ ઉપરવાસ થી પાણી ની આવક બંધ થતાં આટલું મોટું તળાવ કેમ ભરાય ? તેવી ચિંતા એ જય ભુરખિયા જળ અભિયાન ટીમ સુરત દામનગર ના યુવાનો એ  શ્રી કુંભનાથ તળાવ કુદરતી વરસાદ થી ભરાય તે માટે બે વર્ષ સુધી સતત જટિલ સમસ્યા સામે વરસાદી પાણી ને તળાવ તરફ નાની પણ જટિલ સર ભૂંગળા વોકળા ની નાની નાની આવક માટે ખાળીયા વોકળા સાફ સફાઈ અડચણો દૂર કરી અંતે કુદરતી આશીર્વાદ સમાં વરસાદ અને જય ભુરખિયા જળ અભિયાન સમિતિ ની મહેનત રંગ લાવી વર્ષો પછી શ્રી કુંભનાથ મહાદેવ તળાવ ઓવરફ્લો થતા આપર કુદરતી સૌંદર્ય રચાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.