કુદરત ના આશીર્વાદ રૂપ વરસાદ થી સર્વત્ર લીલું ચમ દેખાતું ઘાસ ધરતી પર લિલી ચાદર બિચાવ્યા નો ભાસ કરાવે છે પણ સર્વત્ર લીલું ચમ દેખાતું આ ઘાસ ભયંકર સ્થિતિ નિર્માણ કરી ચૂક્યું છે

રોડ રસ્તા ની બંને બાજુ સરકારી કચેરી ઓ ના મેદાન નદી નાળા ના પટ સરકારી પડતર ગૌચર સહિત જ્યાં જ્યાં નજર નાખો ત્યાં ખૂની વિકરાળ પંજો ફેરવી ચૂકેલ ધાર અબોલ જીવો ના અધિકાર સમાપ્ત કરી પર્યાવરણ પ્રકૃતિ માટે પણ માઠા પરિણામો નોતરી રહ્યું છે.

ગાજર જેવા બી ધરાવતું ઘાસ ગાજરીયા ઘાસ ને કોંગ્રેસયું ઘાસ પણ કહેવામાં આવે છે આ ઘાસ ક્યાં થી કેટલા વર્ષ થી કેવી રીતે બી આવ્યું ? આજ સુધી રહસ્ય છે તાજેતર માં અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વૈજ્ઞાનિકો ના જણાવ્યા મુજબ આ ઘાસ માં પારથેનિન નામક ઝેરી રસાયણ તેના સંપર્ક માં આવવા થી ચામડી નો ભયંકર રોગ ઉપરાંત બીજા અનેકો રોગો થવા ના તમામ દ્રવ્યો પર્યાપ્ત છે

આ ઘાસ દૂર કરવું માત્ર સરકાર ની એકલા હાથે શક્ય નથી સામાજિક ધાર્મિક સંસ્થા ઓ જેમ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું તેમ સામુહિક ઝુંબેશ કરાય તો થોડા અંશે ઓછું થાય નાશ થવું શક્ય નથી તેવી ભયંકર માત્ર માં ખૂની પંજો ફેરવી ચૂકેલ ઘાસ સમયોચિત સાવચેત નહિ થવાય તો ઘણા માઠા પરિણામો ભોગવવા પડે તેવી રીતે આ અખાદ્ય ઘાસ અબોલ જીવો ના અધિકાર સમાપ્ત કરી પશુપાલકો માટે શ્રાપ બની ગયું                                                                          ગુજરાત સરકાર ના કુલ બજેટ ના બે ટકા નાણાં જાહેર જમીન જાળવણી પાછળ દર વર્ષ ની ૩૧ માર્ચે કાગળ પર લેવાય છે વાસ્તવ માં વપરાયા હોય તો આવી સ્થિતિ હોય ખરી ?  લોક કલ્યાણ ને ગાજરીયું ઘાસ બે પગ વાળા આખલા  ઓ ચરી જાય છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.