૨૪ કલાક દરમિયાન માત્ર ૨૬ એસ.ટી.બસ જ આવે છે

દામનગર શહેરી અને ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે વાર વાર પરિવહન પૂરતા પ્રમાણ માં ફાળવવા ની માંગ પછી પણ તંત્ર એસ ટી બસો કેમ નહિ ફાળવતું હોય ?

દામનગર શહેરી સહિત ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તાર માટે ૨૪ કલાક દરમ્યાન માત્ર ૨૬ એસ ટી બસ જ આવે છે તેમાં મોટા ભાગ ની ઢસા થી ગારીયાધાર જતી શટલ બસો ચાલે છે  અહો વિચિત્રમ કહી તેવી વ્યવસ

દામનગર શહેર માં કરોડો ના ખર્ચે બનતા નવા એસ ટી ડેપો ની કિંમતી જમીન એક રૂપિયા ના ટોકન ભાડે ૯૯ વર્ષ ના ભાડા પટ્ટા થી મેળવી લેનાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે બગીચા પ્લોટ માં જવા ના રસ્તા પર એક ઇંચ જગ્યા છોડવા તૈયાર ની જે દામનગર શહેર માં થી કરોડો ની કિંમત ની જમીન મળી તે શહેરી વિસ્તાર ને પરિહવન અને રસ્તા બંને રીતે હળહળતો અન્યાય કેમ ?

એસ ટી તંત્ર દ્વારા મુસાફરો ને અતિથિ દેવો ભવ માનવા લાંબા રૂટ ની એસ ટી ના વચનો અનેક પ્રકાર ના રૂટ ની સુવિધા ઓ આપવા ની વાતો પછી પાંત્રીસ વર્ષ માં એસ ટી તંત્ર એ દામનગર સહિત ગ્રામ્ય વિસ્તાર માટે એક પણ બાકડો છાપરું છાંયડો પીવા ના પાણી કોઈ પણ વ્યવસ કેમ ન કરાય ? દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે ૨૪ કલાક દરમ્યાન ૨૬ એસ ટી બસ નું જ પરિવહન અને બીજી બાજુ કરોડો ના ખર્ચે નવો ડેપો ના નામે શોપિંગ કોમ્પ્લેક્ષ ઉભુ કરી નાણાં નિપજાવી લેવા નો ઈરાદો ઉધાડો પડી ગયો છે ત્યારે દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે આવો હળહળતો અન્યાય ક્યાં સુધી કરાશે ?

વર્ષ ૧૯૯૮ માં જિલ્લા કલેકટર શ્રી અમરેલી ના હુકમ ન૪૪૨૩/૨૦૦૦ તા૩૦/૧૨/૨૦૦૦ ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ને દામનગર ગામતળ માં ૫૧૮૪ મીટર જમીન એક રૂપિયા ના ટોકન થી ૯૯ વર્ષ ના ભાડા પટ્ટા થી આપી તેમાંની અનેક શરતો નો ભંગ કરતું એસટી તંત્ર કરે તે લીલા અને પ્રજા કરે તે શીનાળા ની યુક્તિ કેમ ? આ કિંમતી જમીન મેળવી માત્ર વાણિજ્ય કોમ્પ્લેક્ષ બનાવી નાણાં ઉપજાવી લેવા નો એસ ટી તંત્ર નો મલિન ઈરાદો દેખાઈ આવે છે દામનગર શહેર ની અતિ કિંમતી મોકાની જમીન એસ ટી બસ સ્ટેન્ડ ના રૂપાળા નામે વર્ષો થી વાર વાર શરત ભંગ તી આવી છે ત્યારે એસ ટી સુવિધા જ અપૂરતી છે ત્યારે આવો મોટો ડેપો કેમ? ૨૪ કલાક દરમ્યાન માત્ર ૨૬ આવતી જતી બંને તરફ ની એસ ટી બસો છે લાંબા રૂટ ને કે લોકલ માત્ર ૨૪ કલાક ની ૨૬ બસો આવતી જતી હોય તે અંગે ભારે અન્યાય  પરિહવન માટે કોઈ સુવિધા ની અને કિંમતી જમીન મેળવી તેના પર જરૂર થી વધુ મોટું બાંધકામ કરી નાણાં મેળવી શોપિંગ સેન્ટર ઉભું કરવા ની વાત ની શહેર માં ભારે ચર્ચા આવડો મોટો ડેપો બનાવી દામનગર ની બગીચા પ્લોટ ના નામે ઓળખાતી જમીન પર બાંધકામ કરી જાહેર રસ્તા ઓ લે આઉટ પ્લાન માં દર્શાવ્યા પ્રમાણે કેમ નહિ ? તેવા અનેક સવાલો ઉભા  થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.