રાજકોટથી 12 જિલ્લાના ક્ષતિગ્રસ્ત ઇવીએમ-વિવિપેટ મશીનો બેંગ્લોર મોકલી દેવાયા છે. ચૂંટણી વિભાગના મામલતદારની ટિમ જીપીએસ સિસ્ટમથી સજ્જ બે ટ્રક મારફત બેંગ્લોર જવા ગત રાત્રીના રવાના થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચૂંટણી વિભાગના મામલતદારની ટિમ જીપીએસ સિસ્ટમથી સજ્જ બે ટ્રક મારફત બેંગ્લોર જવા રવાના

365 બેલેટ યુનિટ, 540 કંટ્રોલ યુનિટ અને 504 વિવિપેટ મશીનો ભેલ કંપનીના હેડક્વાર્ટર ખાતે પહોચાડાશે, હાલ પૂરતો જથ્થો હોય રિટર્નમાં બીજા મશીનો નહિ લવાય

સૌરાષ્ટ્ર કચ્છના તમામ 12 જિલ્લામાં ઇવીએમ અને વિવિપેટ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકીંગ પૂર્ણ થઈ ગયું છે. જેમાં જેટલા મશીનો ક્ષતિગ્રસ્ત નીકળ્યા હતા તેને સાઈડમાં રાખી દેવામાં આવ્યા હતા. આ રિજેક્ટેડ ઇવીએમ અને વિવિપેટ મશનો લઈને રાજકોટની ટિમ ગઇરાતે બેંગ્લોર ખાતે ભેલ કંપનીને આપવા રવાના થઈ છે..

ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છના તમામ 12 જિલ્લામાંથી આ મશીનો આવ્યા હતા. જેને લઈને રાજકોટની ટિમ બેંગ્લોર ગઈ છે. 12 જિલ્લાના મશીનો છે. બે ટ્રક મારફત આ મશીનો બેંગ્લોર પહોંચાડવા આવી રહ્યા છે બન્ને ટ્રક જીપીએસ સિસ્ટમથી સજ્જ છે ટાસ્ક હેડ તરીકે ચૂંટણી મામલતદાર મહેશભાઈ દવેને જવાબદારી સોંપવામાં આવી છે. ધીરેન્દ્ર પુરોહિત સાથે ગયા છે.

સૌરાષ્ટ્ર કચ્છના રિજેક્ટેડ મશીનોની સંખ્યા જોઈએ તો 365 બેલેટ યુનિટ, 540 કંટ્રોલ યુનિટ અને 504 વિવિપેટ મશીનો છે. હાલ મોટાભાગના જિલ્લામાં મશીનો પૂરતા હોય રિટર્નમાં ત્યાંથી બીજા મશીન લઈને આવવાના નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.