માણાવદર તાલુકાના વડા ગામે ભાદર નદીના પાણીને કારણે ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ના ખેતરોમાં મોટાપાયે ધોવાણ સાથે ખેત પેદાશો નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે વરસાદી પાણી લાંબો સમય સુધી ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેતા હોવાથી ખેતપેદાશો નિષ્ફળ થતા ખેડૂતો એ વાવેતર કરેલ ખેતપેદાશો નું ખાતર બિયારણ મજુરી સહીતની આર્થિક નુકશાની ખેડૂતો વેઠી રહ્યા છે
ખેડૂતોએ વાવેતર કરેલ ૩૦૦ વિધાની મગફળી માં વરસાદી પાણી ભરાયેલા રહેતા મગફળી ના પાકને નુકસાન થવાની શકયતા સેવાઇ રહી છે ખેડૂતોના ખેતરોમાં થયેલ નૂકશાન વળતર આપવા વડા ગામના સરપંચ સંદિપભાઇ કાનાણી એ માંગ કરી છે