સૌરાષ્ટ્રમાં છેલ્લા 4 દીવસથી ધુમ્મસ સાથે ઝાકળ પડતા રવિ પાકોમાં જીરું વરિયાળી, રાયડો, બીટી કપાસ, ચણા અને શાકભાજી સહિતના પાકોમાં રોગ-જીવાત આવવાની ભીતિ ખેડૂતો ચિંતીત બન્યા છે.
જમીનમાં રવી પાકનું વાવેતર કરાયું છે ત્યારે ઘઉં, રાયડો, ચણા, એરડા, જીરૂ, વરિયાળી અને બટાકાના પાકમાં સંભવિત માવઠાથી ફરીથી નુકશાન થઈ શકે છે. બટાકામાં માવઠાથી બેકટેરીયાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે માવઠાનો માર હવે પડે નહી તેવું ખેડુતો ઈચ્છી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને જેના કારણે બપોરે ગરમી પણ અનુભવાઈ રહી છે.ત્યાં જીરૂ,ધાણા, અને શિયાળુ પાકને નુકશાન જશે.જો વાતાવરણ આજથી સ્વચ્છ થઈ જશે તો કોઈ વાંધો નહિ આવે પરંતુ આવુને આવુ વાતાવરણ રહેશે તો જીવાત આવશે.