રાજકોટ શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં રસ્તાના મેટલ મોરમ પેચ વર્ક, ડ્રેનેજ મેનહોલ ડીશિલ્ટીંગ, પાની નિકાલ અને મોરમ પારવા સહિતની કામગીરી યુધ્ધના ધોરણે કરવા મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર વરસાદ બાદ તુરંત જ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આજે પણ જ્યાં જ્યાં આવશ્યકતા દેખાઈ ત્યાં કામગીરી થઇ રહી છે.
મ્યુનિ. કમિશનર આ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં જેવા કે અટીકા અમરના યુરીનલ પાસે, શિવમ પાર્ક વોર્ડ નં. ૧૧, આશાપુરા મેઈન રોડ, વોર્ડ નં. ૭માં ખાડા બુરવામાં આવ્યા હતા, સરદાર નગર મેઈન રોડ વોર્ડ નં. ૧૪ મેનહોલ સફાઈ કરવામાં આવી હતી, ગોંડલ ચોકડીએગઇં ના કોન્ટ્રક્ટર દ્વારા રિસ્ટોરેશન કામ કરવામાં આવ્યું હતું, વોર્ડ નં. ૭ માં પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ, લોહાણાનગરમાં મેટલીંગ પેચની કામગીરી કરાવામાં આવી હતી, ૧/૫ પરસાણામાં વોંકળા ડેમેજ રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી, આઈ.પી, મિશન સ્કુલ મેઈન રોડ, કેશરી હિન્દ પુલથી હોસ્પિટલ ચોક સુધી, હોમી દસ્તુર માર્ગ વોર્ડ નં. ૭, વોર્ડ નં. ૧૪ વાનીયાવાડીમાં લો વોટર સપ્લાયની ફરિયાદનું નિરાકરણ કરાવામાં આવેલ હતું, આરાધના સોસાયટી ૩, વોર્ડ નં. ૧૫, ગોકુલપરા-૫ વોર્ડ નં. ૧૬માં ડ્રેનેજ સફાઈ કામગીરી કરવામાં આવી હતી, સીતારામ ૮૦ ફૂટ રોડ, ગંજીવાડા ૧ વોર્ડ નં. ૧૫, વોર્ડ નં. ૧ માં રિસ્ટોરેશન અને સફાઈની કામગીરી કરવામાં આવેલ હતી, મવડીમાં સ્મશાન સફાઈ કામગીરી ચાલુ છે, વોર્ડ નં. ૫માં સ્નાનાગારમાં ટાઈલ્સ રીપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવેલ હતી, વોર્ડ નં. ૧૪ સોરઠીયા વાડી સર્કલ પાસે ખાડામાં સી.સી. કરવામાં આવ્યું હતું, વોર્ડ નં. ૭, રઘુવીર પરા-૩, શ્યામ ગૌશાળા પાસે, વોર્ડ નં. ૭, ભૂતખાના ચોક, રામકૃષણનગરમાં મેટલ પેચની કામગીરી, વોર્ડ નં. ૭ આઈ.પી. મિશન પાસે રબર મોલ્ડ પેચની કામગીરી, વોર્ડ નં. ૩ વાલ્મીકી વાડી અને સ્લમ ક્વાર્ટર મેઈન રોડ, રામના પરા મેઈન રોડ, વોર્ડ નં. ૧૮મા મચ્છાનગર મેઈન રોડ ઉપર મેટલીંગ કામગીરી કરવામાં આવી હતી, વોર્ડ નં. ૧૬માં ગેટીંગ મશીની ડ્રેનેજ સફાઈ કામગીરી કરવામાં આવી હતી, વોર્ડ નં. ૫ નવાગામ, ખોડીયાર પાર્કમાં રબીશ રીમુવ કરવાની કામગીરી કરવામાં આવી હતી, વોર્ડ નં. ૧૦ ડ્રેનેજ પમ્પીંગ સામે, વોર્ડ નં. ૧૮ કોઠારીયા સોલવન્ટ એરિયામાં મેટલ પેચ કામગીરી કરવામાં આવી હતી, પુનીતનગર વોર્ડ નં. ૧૨ અને અવધ પાર્ક વોર્ડ નં. ૧૧ માં મેટલ પેચની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત વોર્ડ નં.૬માં બેડીપરા, નાળોદાનગરમાં પણ પેચ વર્ક અને સફાઈ કામ તા વોર્ડ નં.૧૬માં બરકાતીનગરમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપલાઈન બીછાવવાની કામગીરી, વોર્ડ નં.૧૮મા શિવમ પાર્ક મફતિયું આને કોઠારિયા સોલવન્ટમાં રબીશ પૂરવણી, વોર્ડ નં.૧૨મા ભક્તિનગરમાં સુન્દરમ સ્કૂલ પાસે સિર્ધ્ધાનગરની શેરીમાં પાણીના નિકાલ માટે પાઈપ ગટરનું કામ, વોર્ડ નં.૧૪ માં સોરઠીયાવાડી સર્કલ પાસે મેનહોલ રિપેરિંગ, વાણીયાવાડી ૩/૫ કોર્નર પાસે પાઈપલાઈન લીકેજનું રિપેરિંગ, પારડી રોડ મેનહોલ ક્લીનીંગ, લક્ષ્મીવાડી મેઈન રોડ પર મેનહોલ સફાઈ, વોર્ડ નં.૩મા શક્તિ સોસાયટી શેરી નં.૨ માં મોરમ વર્ક, માસ્તર સોસાયટીમાં મેનહોલ રિપેરિંગ, વોર્ડ નં.૩મા નરસંગપરામાં સીસી ચરેડાનું કામ કરાયું હતું. સાોસા વાવડી વ્રજ વિલા કોઝ-વે રિપેરિંગનું કામ પણ હાથ ધરાયું છે. જ્યારે વોર્ડ નં.૮ માં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે મોરમ પારવાનું કામ હાથ ધરાયું છે.