અન્ય ૮ નમુના ફેઈલ જતા વેપારીઓ પાસેથી રૂ.૧.૨૦ લાખનો દંડ વસુલ કરાયો
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા સિંગદાણા, શુઘ્ધ ઘી અને ભેંસનાં દુધનાં નમુના પરીક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે જયારે અન્ય ૮ પેઢીને એજયુડીકેટીંગ કેસમાં રૂ.૧.૨૦ લાખનો દંડ ફટકારવામા આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા યુનિવર્સિટી રોડ પર મારૂતી શોપીંગ સ્ટોર્સમાંથી લુઝ સિંગદાણાનાં નમુના લેવામાં આવ્યા હતા જેમાં ડેમેજ નિયત માત્રા કરતા વધુ જણાતા નમુનો પરીક્ષણમાં નાપાસ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. નાનામવા રોડ પર પટેલ ડેરીફાર્મમાંથી શુઘ્ધ ઘીનો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં વનસ્પતિની ઘીની હાજરી મળી આવી હતી. જયારે ૧૫૦ ફુટ રીંગ રોડ પર હરીદર્શન સ્કુલ પાસે રવેચી હોટલમાંથી ભેંસનું દુધનો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં મિલ્ક ફેટ એસએનએફ ઓછા હોય નમુનો ફેઈલ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગત ઓગસ્ટ માસમાં સાંઈ સોના સિંગ, શુભ આનંદ દાણેદાર બરફી, પનીર, રેશ્મ પટટ્ટો, મરચા પાઉડર, એવમ નમકીન સાગોબોલ, મીઠો માવો, પનીર અને દિવેલનું ઘી નાં નમુના લેવામાં આવ્યા હતા જે મીસ બ્રાન્ડેડ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થતા સાંઈ સોના સીંગ, અંજલી સ્વિટ, ગાત્રાળ દુગ્ધાલય, રઘુવીર મરચા, ગુરુકૃપા સિઝન સ્ટોર્સ, ક્રિષ્ના ડેરી ફાર્મ, નવજીવન ડેરી ફેસ અને જય એન્ટરપ્રાઈઝને રૂ.૧.૨૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.