ગાંધીનગરના બીજેપી હેડક્વાર્ટર કમલમમાં વેલકમ પાર્ટી યોજાઇ, તમામ કોંગ્રેસી સભ્યોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ખેસ પહેરીવીને ભાજપમાં આવકાર્યા
શહેર કોંગ્રેસના અંદાજે 20 જેટલા, જિલ્લા પંચાયતના 5, સહકારી ક્ષેત્રમાંથી 4 ઉપરાંત તાલુકા કક્ષાએથી મોટી સંખ્યામાં આગેવાનોએ કોંગ્રેસ છોડ્યું
કમુરતાં ઉતરતાંની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં મોટુ ગાબડુ પડવાનું શરૂ થઇ ગયુ છે, આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપ પાર્ટીએ એક પછી એક કોંગ્રેસ નેતાઓનને પાર્ટીમાં આવકારવાનું શરૂ કર્યુ છે. રાજકોટ જિલ્લાના એકસાથે સેંકડો આગેવાનો ભાજપમાં સામેલ થઇ જતાં રાજકારણ ગરમાયુ છે. આજે ગાંધીનગરના બીજેપી હેડક્વાર્ટર કમલમમાં વેલકમ પાર્ટી યોજાઇ હતી, જેમાં આ તમામ કોંગ્રેસી સભ્યોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ પહેરીવીને ભાજપમાં વેલકમ કર્યુ હતુ.
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત બનવા તરફ આગળ વધી રહી છે, તો વળી, બીજીબાજુ કોંગ્રેસ વધુને વધુ નબળી પડી રહી છે. આજે ગાંધીગર કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઇ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આજે કમલમ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે, ભરત બોઘરાએ આ આખુ ઓપરેશન પાર પાડ્યુ હતુ. રાજકોટ જિ.પં.ના કોંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. જેમાં અર્જૂન ખાટરીયા, શારદાબેન ધડુક, મીરાબેન ભાલોડિયા, ગીતાબેન ચાવડા, ગીતાબેન ચૌહાણ સામેલ છે. આ ઉપરાંત સહકારી ક્ષેત્રના કોટડાસાંગાણીના આગેવાનો નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઇ સાવલિયા, સુરેશભાઈ લુણાગરિયા, લાભુભાઈ કુવાડિયા તેમજ પ્રદેશ કક્ષાના અગ્રણીઓના મીનાબેન જેઠાલાલ ઠક્કર, કિશોરસિંહ જાડેજા અને ભાવેશભાઈ ખાચરિયા ભાજપમાં જોડાયા છે.
વધુમાં રાજકોટ શહેરના અગ્રણીઓમાં પૂર્વ કોર્પોરેટર મયુરસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ મંત્રી વિનોદભાઈ ચૌહાણ, વોર્ડ નં.18ના કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખ કાનાભાઈ અલગોતર, અખિલ ભારતીય કોળી સમાજ શહેર મંત્રી મુન્નાભાઈ સોલંકી, વોર્ડ નં.18 મહામંત્રી કોંગ્રેસ ચંદ્રસિંહ પરમાર, વોર્ડ નં.18ના કોંગ્રેસ સંગઠન મંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.18ના કોંગ્રેસ મહિલા મોરચા મહામંત્રી રંજનબેન કાંધિયા, વોર્ડ નંબર 18 કોંગ્રેસ મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પરમાર, વોર્ડ નંબર 18 મહિલા સંગઠન મંત્રી કોંગ્રેસ રંજનાબેન પાટીલ, શહેર કોંગ્રેસ મહિલા મોરચા ઉપપ્રમુખ રાણીબેન મહેર, પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના ક્ધવીનર ડો. જીતેશભાઈ જોશી, પૂર્વ કોર્પોરેટર નીતિનભાઈ વ્યાસ, શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ ગોવિંદભાઈ વઘેરા, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જયપાલસિંહ રાઠોડ, એમ.એસ. યુ.આઈ મહામંત્રી અભિરાજસિંહ તલાટીયા, યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ હર્ષરાજસિંહ જાડેજા, એનએસયુઆઈ મહામંત્રી મોહિલ ડવ, ઇતિરાસસિંહ જાડેજા, રશ્મિનભાઈ પટેલ સહિતના ભાજપમાં જોડાયા છે.
આ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુ સાવલિયા ભાજપમાં જોડાયા છે. વિછિંયા તા.પં.ના કોંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. જસદણ તા.પં.ના કોંગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા છે. કોટડાસાંગાણી તા.પં.ના કોંગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા છે. ગોંડલ તા.પં.ના કોંગ્રેસના એક સભ્ય ભાજપમાં જોડાયા છે. પડધરી અને ધોરાજી તા.પં.ના ચાર સભ્યો ભાજપમાં જોડાયા છે. ઉપલેટા તા.પં.ના કોંગ્રેસના ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા છે. સહકારી મંડળીઓના કોંગ્રેસના 15 સભ્યો ભાજપમાં જોડાયા છે. કોટડાસાંગાણી તા.સંઘના ચેયરમેન, ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ દૂધ ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરીયા ભાજપમાં જોડાયા છે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ભાજપે કામગીરી શરૂ કરી દીધી છે, બીજેપીએ આજે ગ્રાન્ડ વેલકમ પાર્ટીનું આયોજન કર્યુ છે, આજે કમલમ ખાતે એક મોટી વેલકમ પાર્ટી યોજાઇ જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અન્ય પક્ષોના મોટા હોદ્દેદારો અને નેતાઓને બીજેપીમાં સામેલ કર્યા હતા.