ડેમના ૫ દરવાજા ૪ ફૂટ ખોલાયા: વિશાળ જળ રાશીને નિહાળવા લોકો ઉમટયા

કટોકટીના સમયે રાજકોટની જળ જ‚રિયાત સંતોષવામાં મદદ‚પ થતા એવા હનુમાનધારા પાસે આવેલ ડેમ આજે બપોરે ઓવરફલો થઈ ગયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૨૧ ડેમ ઓવરફલો થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર છેલ્લા ૨ દિવસથી સૌરાષ્ટ્રમાં અવિરત પડી રહેલા અનરાધાર વરસાદના કારણે રાજકોટ નજીક હનુમાનધારા પાસે આવેલો અને ૨૦.૭૦ ફૂટની ઉંડાઈ ધરાવતો ડેમ આજે બપોરે ઓવરફલો થઈ ગયો હતો. ધોધમાર પાણીની આવક ચાલુ રહેતા ન્યારી ડેમના પાંચ દરવાજા ૪ ફૂટ ખોલી દેવામાં આવ્યા છે.

ડેમ ઉપરાંત લીંબડી ભોગાવો-૧, ધોળીધજા, વઢવાણ ભોગાવો-૧, ત્રિવેણી ઠાંગા, આજી-૩, બંગાવાડી, ડેમી, ડોડી, ખોડાપીપર, લાલપરી, મચ્છુ-૩, આજી-૪, કંકાવટી, ‚પારેલી, સપડા, ઉંડ-૨ અને મચ્છુ-૨ સહિતના જળાશયો ઓવરફલો થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.