આઠ કો.ઓપરેટીવ બેંકોને દંડ ફટકારવામાં આવ્યો જેમાંની એક કો-ઓપરેટિવ બેન્ક રાજકોટ ની
અબતક, નવીદિલ્હી
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સખત વલણ દાખવતું હોય છે. જે કોઈ જગ્યાએ ગેરરીતિ સામે આવે તો તેના ઉપર પગલાં પણ લેતો હોય છે ત્યારે ફરી એક વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સહકારી ક્ષેત્રની બેંકો ઉપર લાલ આંખ કરી છે અને કુલ આંક જેટલી કો.ઓપરેટીવ બેંકોને દંડ પણ ફટકાર્યો છે. આ દંડ ફટકારવામાં પાછળનું મુખ્ય કારણ એ છે કે સહકારી ક્ષેત્ર બેંકોના ડાયરેક્ટરો દ્વારા તેમના સગાઓને લોન આપવામાં આવી હતી ખરા અર્થમાં ઉલ્લંઘન થયું હોવાનું પણ સાબિત થયું છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જે બેંકોને દંડ ફટકારવામાં આવેલો છે તે આ સહકારી બેંકો પૈકી એક બેંક રાજકોટની પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક છે જેમાં ડાયરેક્ટરે સગા વ્હાલાઓને લોન આપ્યા હોવાનું ખુલતાં તેને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નહીં સુરતની એસોસીએટ કોપરેટીવ બેંક, વરાછા કો-ઓપરેટિવ બેન્ક, મોંગાવીરા કોપરેટીવ બેંક, વસઈ જનતા સહકારી બેંક, રાજકોટ પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક, ભદ્રાદરી કોપરેટી અર્બન બેંક, અને જમ્મુ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કને દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા કુલ ૧૩ લાખ રૂપિયાનો દંડ 8 ઓપરેટિવ બેન્કો અને ફટકારવામાં આવેલો છે અને નોટિસ પણ પાઠવવામાં આવી છે કે આ પ્રકારની આવનારા સમયમાં જો ગતિવિધિ ચાલુ રહેશે તો બેંક ઉપર આકરા પગલાં પણ લેવાશે.