ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે શહેરમાં જુદા જુદા લોકઉપયોગી કામો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે સૈફી કોલોની તથા ફકરી પાર્કમાં પેવરકામનું ખાતમુહૂર્ત વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર તથા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ વિસ્તારને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે.
આ પ્રસંગે વોર્ડ પ્રમુખ ઘનશ્યામભાઈ કુંગશીયા, દીગુભાઈ ગોહેલ, પીન્ટુભાઈ રાઠોડ, રાજુભાઈ પાટડિયા, ભગીરથસિંહ ડોડીયા, સૈફુદીન, કિન્નરીબેન ચૌહાણ, કલ્પનાબેન નગવાડીયામ, નઝમાબેન પઠાણ, હેતલબેન પાટડિયા વિગેરે બહોળી સંખ્યામાં વિસ્તારના રહીશો ઉપસ્થિત રહેલ. અને પેવરકામનો શુભારંભ થતા આનંદની લાગણી વ્યક્ત કરેલ.