ગૌહત્યા સહિતના મુદે ટોળા દ્વારા થતી હિંસાનો ભોગ બનતા સમાજના મતદારોને

આકર્ષવા કોંગ્રેસ આ મુદો ચૂંટણી ઢંઢેરામાં સમાવે તેવી આધારભૂત સુત્રોની માહિતી

માહિતીના યુગમાં છેલ્લા થોડા સમયથી સોશ્યલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે. સોશ્યલ મીડિયા ફેલાવતા ખોટા સમાચારો, અફવાઓનાં કારણે છેલ્લા થોડા વર્ષોમાં દેશમા ટોળા દ્વારા થતી હિંસા અને ગૌરક્ષના નામે હુમલાના બનાવો વધ્યા હતા આવી હિંસા અને હુમલામાં દલિતો, મુસ્લિમો અને ગરીબ વર્ગનાં લોકો ભોગ વધારે બનતા હોય છે. ગુજરાતમાં દલીતો સાથે થયેલા ઉનાકાંડ અત્યાચારના પડઘા સમગ્ર દેશમાં પડયા હતા જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી દલિતો, મુસ્લિમો અને ગરીબોની હિતરક્ષક છે. તેવો દાવો કરવા કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં આ મુદે કડક કાયદો લાવવાનો વાયદો કરવાનું આયોજન ઘડી કાઢ્યું છે.

લોકસભાની ચૂંટણીની સીઝન પુરબહારમાં ખીલી રહી છે. ત્યારે વાયદાના આ વરસાદમાં રાજકીય પક્ષો વ્યાપક જનહિતમાં નવી નવી યોજના અને વચનો માટે ભારે વ્યસ્ત બની રહ્યા છે. કોંગ્રેસે ૨૦૧૯ની ચૂંટણીના મુખ્ય વચનોમાં ટોળા દ્વારા કરવામાં આવતી હિંસા સામે આકરો કાયદો લાવવાની હિમાયત કરવાનું આયોજન ઘડી કાઢ્યું છે.

કોંગ્રેસ એવું માની રહી છે. કે હવે દેશમાં ટોળા દ્વારા આચરવામાં આવતી હિંસા અને ટોળાઓ સામે સ્પષ્ટ અને સખત કાયદાની આવશ્યકતા છે. અત્યંત આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. કે કોંગ્રેસ દ્વારા ખૂબજ સાવચેતી પૂર્વક દેશમાં ટોળાનીહિંસાની કથીત સમસ્યા સામે રક્ષણાત્મક કાયદા માટે વચનબધ્ધ બનવાનો નિર્ણય કર્યો છે. પોતાને ગૌરક્ષાના નામે અપાવતા લોકો સામે એક નવી વ્યવસ્થાના નિર્દેશો કરવા કોંગ્રેસ વિચારી રહી છે.

દેશમાં નફરત, ગુનાખોરી, કોમવાદની ભાવનાઓ ભડકાવી, અફવાઓ ફેલાવી છેલ્લી પાયરીના ગુનાઓ આચરવામાં આવે છે. સોશ્યલ મિડિયાનો દૂરપયોગ કરી વાતનું વતેસર અને ટોળાઓની લાગણી ભડકાવી દેશનું વાતાવરણ બગાડવામા આવે છે તેની સામે કોંગ્રેસ દેશને સુરક્ષી ક્રવા માંગે છે.

પશ્ર્ચિમ ઉત્તરપ્રદેશના દાદરીમાં ગૌમાંસ મુદે અસ્લાક હત્યા કેસ અને ઉત્તર પ્રદેશમાં ટોળા દ્વારા આચરવામાં આવેલી તપાસમાં ગૌ સુરક્ષા સાથે સંકળાયેલી ઘટનાઓમાં મુસ્લિમ અને દલિતોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં આવી ઘટનાઓમાં કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારો આ સમસ્યાના ઉકેલ માટે કંઈજ અસરકારક પગલા ભરતી નથી અને તેને ધર્મનું રૂપ આપી દેવામા આવે છે. વડાપ્રધાન પણ મુખ્ય મંત્રીને જાહેરસભાઓમાં ગૌહિંસાને ખતમ કરવાના આહવાન આપતા હોય છે.

મોબલીંચીંગની આ ઘટનાઓમાં અખ્લાક પહેલુખાનને ગૌમાંસ ખાવા મુદે જુનેદ ખાનને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવાની ઘટના ગુજરાતનાં ઉનામાં દલિત વિરોધી અત્યાચારમાં ટોળા દ્વારા કરવામાં આવતા હિંસાનું વરવું રૂપ જોવા મળ્યું છે. ભૂતકાળમાં યુપી સરકાર આવી ઘટનાઓ સદંતરપણે અટકાવવાના કાયદાઓનાં પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમાં સફળતા મળી ન હતી કોંગ્રેસે દેશની સૌથી મોટી સમસ્યા બની ગયેલ ટોળાની હિંસા અટકાવવા ચૂંટણી ઢંઢેરામાં જ નવા કાયદાની હિમાયત કરી છે.

૨૦૧૯ની ચૂંટણીમાં લોકસભામાં કોંગ્રેસને દેશનું સુકાન સંભાળવાની તક મળશે તો ટોળા દ્વારા કરવામાં આવતા અત્યાચાર અને ખાસ કરીને લઘુમતીઓને નિશાન બનાવવાની ઘટનાઓમાં ખાસ કાયદાની હિમાયત કરવામાં આવી છે. દેશમાં કાયદો વ્યવસ્થાની જવાબદારી રાજયની ગણવામાં આવે છે.

કેન્દ્ર અને રાજય સરકારના કાયદાકીય અધિકારની નિસંગતતા આવા મામલાઓમાં મોટો અવરોધ બનતો હોય છે. ત્યારે કેન્દ્રમાં જો કોંગ્રેસ સતાપર આવશે તો ટોળા દ્વારા આચરવામાં આવતી હિંસા સામે કડક કાયદો લાવવા માટે તે પ્રતિબધ્ધ હોવાનો ચૂંટણી વચનમાં જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા તેના ચૂંટણી ઢંઢેરામાં આ વચન આપીને દલિતો, મુસ્લિમો અને આવી હિંસાઓ અને હુમલાઓનો ભોગ બનતા પછાત વર્ગનાં મતદારોને ચૂંટણીમાં પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ ચૂંટણીમાં કરવામાં આવનારો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.