મહિલાઓ રસ્તા વચ્ચે સૂઈ ગઈ, પાટણ અને દ્વારકા જિલ્લાની ઘટનાના ઘેરા પડઘા
પાટણ આત્મવિલોપન મામલે દલિતોનો રોષ હજુ શમ્યો નથી અને આ ઘટનાના પડઘા હજુ પણ જોવા મળી રહ્યા છે…. ત્યા આજે દ્વારકા જીલ્લાના લગ્નપ્રસંગમાં દલિત સમાજના અપમાન મામલે દલિતોનો રોષ ફાટી નીકળ્યો હતો…. આ બનાવના વિરોધમાં જામનગરમાં ટાયર સળગાવી ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામે આજે લગ્ન સમારોહ યોજાયો હતો…. જેમાં દલિતોની આવેલી જાનમાં જાનૈયાઓએ સાફા બાંધ્યા હતા જે ગામમાં સવર્ણ જાતિના લોકોએ વિરોધ કરીને સાફા ઉતારવાની ફરજ પાડી હતી. જેથી દલિતોએ અપમાનની લાગણી અનુભવી હોય જે બનાવની વાત વાયુવેગે ફેલાઈ જતા જામનગરમાં દલિતોનું એક ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું..શહેરના નાગનાથ ગેટ નજીક દલિતોએ ટાયર સળગાવી દઈને રસ્તા રોક્યા હતા. જેથી રોડ પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.દલિત સમાજના યુવાનોની સાથે મહિલાઓ પણ રસ્તાઓ વચ્ચે સુઈ જઈ…સુત્રોચ્ચા કરી વિરોધ જતાવ્યો હતો….આ બનાવને પગલે પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે….. પાટણકાંડ મામલે દલિતોએ આરપારની લડાઈ આદરી હતી.સરકારે તાકીદન આદેશો કરીને મૃતક ભાનુભાઈને જમીન આપવા જીલ્લા કલેકટરને આદેશ આપી દેવાયા છે… જે ઘટના હજુ તાજી જ છે ત્યાં ફરીથી અનુસુચિત જાતીના અપમાનના મામલે દલિતો રોડ પર ઉતરી આવ્યા છે… અને જામનગરમાં ઉગ્ર વિરોધ કરીને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા..