ટામેટાં ડુંગળી બાદ હવે દાળના ભાવ વધ્યા છે ત્યારે ગુજરાતના રાજકોટ, વડોદરા અને સુરતમાં દાળના ભાવ આસમાને પહોંચી ગયા છે. છેલ્લા 15 દિવસમાં તુવેર દાળ, અડદની દાળ અને ચણાની દાળના ભાવમાં અચાનક 10 થી 25 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે.
આ વર્ષે તુવેર દાળનો ઓછો પાક થવાને કારણે તેના ભાવમાં વધારો થયો છે. તુવેર દાળનો ભાવ અગાઉ રૂ.120-125 હતો જે હવે રૂ.135ની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે અડદની દાળમાં 5 થી 10 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે.
બીજી તરફ ચણાની દાળમાં પ્રતિ કિલો રૂ.4 થી 5નો વધારો થયો છે. જણાવી દઈએ કે દાળના આસમાનને આંબી ગયેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. તેની સીધી અસર વ્યક્તિના ખિસ્સા પર પડી રહી છે. સાથે જ લીલા શાકભાજી પણ પહેલા કરતા મોંઘા થઈ રહ્યા છે.
રાજકોટમાં દાળનો ભાવ: તુવેર દાળનો ભાવ 135-140 રૂપિયા પ્રતિ કિલો છે.
વડોદરામાં ભાવ: તુવેર દાળનો ભાવ રૂ. 130 થી 150/કિલો, અડદની દાળનો ભાવ રૂ. 105-115/કિલો, ચણાની દાળનો ભાવ રૂ. 73 થી 75/કિલો.
સુરતમાં ભાવ: તુવેર દાળનો ભાવ રૂ. 140-160/કિલો, અડદની દાળનો ભાવ રૂ. 115-124/કિલો, ચણાની દાળનો ભાવ રૂ. 82-87/કિલો.