સંયમ વંદનાવલી અને રજોહરણ દર્શની દર્શનીય બનશે મહોત્સવનો ચર્તુ દિવસ
રાજકોટના ઓર બે આત્માઓના ચાલી રહેલાં શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના આયોજિત એલાં એક પછી એક અવસરો કદી ન ભૂંસાય એવી અમીટ છાપ અંકિત કરી જઈ રહ્યાં છે. રાજકોટના આંગણેડુંગર દરબારના પ્રાંગણે ઉજવાઈ રહેલાં આ ભવ્ય મહોત્સવના ચર્તુ દિવસે દીર્ક્ષાીઓના ત્યાગ ધર્મ પર બલિહારી જતી પ્રેરણાત્મક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ધર્મ વત્સલ હિતેનભાઈ મહેતાના નિવાસસન સૌરભ, ૨ સૂર્યોદય સોસાયટી, સેંટ મેરી સ્કુલની સામે, કાલાવડ રોડ ખાતેી કાલે સવારે ૦૮.૦૦ કલાકે આ શોભાયાત્રા પ્રારંભ થશે. જૈન દર્શનના વૈભવી ઇતિહાસની ગરિમા વધારતી, ત્યાગીઓના ત્યાગની જયગાથા ગુંજવતી આ શોભાયાત્રા રાજકોટના મહામાર્ગે પાવન કરતી ડુંગર દરબાર પર આવીને વિરામ પામશે.
શોભાયાત્રાના વિરામ બાદ આ અવસરે ચર્તુ દિવસના સંઘપતિ પરિવાર દ્વારા પૂજ્ય ગુરુ ભગવંતના પ્રવેશ વધામણાં અને દીક્ષાર્થી બહેનોના ભવ્ય સ્વાગત વધામણાં બાદ ભાવ-ભક્તિ-ઉમંગ અને ઉલ્લાસના આવા રૂડા રૂડા વાતાવરણની વચ્ચે સંગીતના સુમધુર સૂરો સો સંયમ ધર્મ અને સંયમીઓ પ્રત્યે અત્યંત અહોભાવપૂર્વક વંદના અને અભિવંદનાની અર્પણતા કરવામાં આવશે. જે પંને સ્વયં પ્રભુએ ગ્રહણ કરીને આત્મકલ્યાણ કર્યું એવા પંનું ભાવપૂજન કરીને ઉપસ્થિત સર્વના હૃદયને અહોભાવિત કરવામાં આવશે.
દેવલોકના દેવો પણ જેને પામવા માટે ઝંખી રહ્યાં છે એવા સંયમીના જીવનના સાથી રજોહરણને અત્યંત અહોભાવી ગ્રહણ કરીને અનેક અનેક ભાવિકો પ્રભુ સમક્ષ રજોહરણ પ્રાપ્તિની યાચના કરતું નૃત્ય કરીને ભાવ સંયમી બનશે. રાષ્ટ્રસંત પૂજ્ય દ્વારા પ્રેરિત લુક એન લર્ન પાઠશાળાના રાજકોટના રોયલપાર્ક ઉપાશ્રયમાં પ્રારંભ થઇ રહેલા છઠ્ઠા સેન્ટરના વિધિવત ઉદઘાટન અવસરે સેન્ટરના બાળકો અને દીદીઓ વિશેષ કાર્યક્રમો પ્રસ્તુત કરશે. આવા વિશિષ્ટ કાર્યક્રમ સાથે બપોરના સમયે ૩ કલાકે ત્યાગી આત્માઓના ગીત-સંગીતના માધ્યમે ગુણાનુગ્રામ કરાવતી સંયમ સાંજીનો કાર્યક્રમ ડુંગર દરબારમાં રાખવામાં આવ્યો છે.