ખજુરનો મુખવાસ એક મહિના સુધી સારો રહે જે શિયાળામાં સ્વાસ્થ્ય માટે લાભદાય
હિન્દુ સંસ્કૃતિમાં દિવાળી તહેવારનું અનેક મહત્વ પહેલેથી જ રહ્યું છે. દિવાળી તહેવારની સૌ કોઇ ધામધૂમથી ઉજવણી કરતાં હોય ગૃહ સુશોભન કરવામાં આવે ઘર આંગણે દિવાળીનો ઝગમગાટ કર્યો હોય, આંગણામાં રંગબેરંગી રંગોળી બનાવી ફટાકડા ફોડી ઉજવવામાં આવતી હોય છે.
દિવાળીના તેમજ નવા વર્ષ પર લોકો એકબીજાના ઘરે જઇ શુભકામનાઓ પાઠવે છે ત્યારે આ શુભ પર્વએ લોકો મહેમાનોને મુખવાસ તેમજ સાકર ખવડાવીને મો મીઠુ કરાવતા હોય છે. હિન્દુ લોકો બેસતા વર્ષથી નવા વર્ષની શરુઆત કરતા હોય જેથી શરુ થનાર નવા વર્ષમાં સંબંધોમાં મીઠાશ હંમેશા જળવાય રહે બજારોમાં ઠંડાઇ, ગુલકંદ, ચેરી સહીત અનેક વેરાયટીના મુખવાસ ઉપલબ્ધ હોય છે.
ત્યારે રાજકોટમાં રામનગરમાં રહેતા દક્ષાબેન ઉમરાણીયા દ્વારા ઘરે મુખવાસ બનાવ્યો હોય ખજુર સ્પેશ્યલ મુખવાસ જે ઘરે બનાવતા પંદરથી વીસ મીનીટમાં બની જાય અને તે ઘરે બનાવેલ મુખવાસ મહિના દિવસ સુધી સારો રહે અને ખજુર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોવાથી આ ખજુર મુખવાસ દક્ષાબેન ઉમરાણીયા દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેમાં ખજુર, ગુલકંદ, મીઠી વરિયાળી, ટોપરાનું છીણ, પાનની સ્પેશ્યલ ચટણી, સોપારીની સળી વરખવાળી એચલી વગેરે સામગ્રીના ઉપયોગથી ખજુર મુખવાસ બનાવવામાં આવ્યો હતો.
આ ખજુર મુખવાસને શાહી ખજુર તરીકે પણ ઓળખવામાં આવે છે ખુબ જ ઓછી ભાવમાં આ ખજુર મુખવાસ બને છે તેવું નવીનતમ મુખવાસ બનાવનાર દક્ષાબેન ઉમરાણીયાએ જણાવ્યું હતું તેમને સ્વાદિષ્ટ વાનગી બનાવવાનો ખુબ જ શોખ છે. દર વર્ષે તહેવારો પર નવી નવી વાનગી બનાવી પરિવારને ખુશ કરે છે અને દર વર્ષે દિવાળીના તહેવાર પર અવનવો મુખવાસ બનાવે છે. ગ્રહીણીઓ પોતાના ઘરે પણ આ મુખવાસ બનાવી શકે છે.