રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થતો જાય છે ત્યારે ગઈ કાલે રાજ્યમાં વધુ એક કંપાવી દેનાર અકસ્માતની ઘટના સામે આવી છે. ડાકોરના એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક પાછળ ઈકો કાર ઘુસી જતા 3 લોકોના મોત થયા હતા. ત્યારબાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ડાકોરની છે જ્યાં રવિવાર મોડી રાત્રીની છે એક્સપ્રેસ હાઇવે મોતની ચિંસોથી ગુંજી ઉઠ્યો હતો. ડાકોરના યુવકો ઇકો કારના માલિકને વડોદરા મૂકી પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન આ યુવકોની કાર હાઇવે પર ઉભેલા એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી અને ૩ યુવકના મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ ખંભોળજ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી અને તાત્કાલિક મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી અને ખંભોળજ પોલીસે ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારજનોમાં માતમ છવાયો છે.