દામનગર શહેરના સૌથી મોટા અજમેરા શોપીંગ સેન્ટરમાં શિવશક્તિ મોબાઈલમાં બાર લાખની માલમતાની ચોરી થઈ સ્થાનિક પોલીસ માટે પડકાર ફેંકતા તસ્કરો દામનગર શહેરમાં સૌથી મોટું વાણિજ્ય બજાર જ્યાં બે બેંકો અનેક જવેલરી શો રૂમ આવેલ છે તેવા અજમેરા શોપીંગ સેન્ટરમાં ગત રાત્રે મોબાઈલ શોપના શટરની ચાદર ઊંચકી રૂપિયા બાર લાખની કિંમતના મોબાઈલની ચોરી થતા સમગ્ર શોપીંગ સેન્ટર સહિત વેપારી ઓમાં ચિંતા સ્થાનિક પોલીસનુ નાઈટ પેટ્રોલીગ છે કે કેમ ? તે સવાલ કરતા સ્થાનિકો શોપીંગ સેન્ટરમાં બેંકો અને જવેલરી શો રૂમો પર સીસી ટીવી કેમેરા તો છે.
હવે વ્યૂહાત્મક જગ્યા પર સી સી ટીવી કેમેરા મુકવાની ગુહ વિભાગની ચૂસના પછી અનેકો જાહેર જગ્યા વ્યૂહાત્મક જગ્યાના કેમેરા પોલીસ માટે કેટલા કારગત નીવડે છે તે જોવું રહ્યું છેલ્લા એક સપ્તાહ થી નાની મોટી ચોરી ઓના બનાવો બન્યા છે તાજેતરમાં દામનગરની પુરબીયા શેરીમાં રાત્રીના સમયે શેરી ઓમાં પાર્ક કરેલ મોટર સાયકલ ચોરી બાદ દામનગરના જ બજરંગનગર વિસ્તારમાં થી રેઢું મળી આવ્યું હોય ત્યારે બાદ કોઈ પોલીસ ફરિયાદ ન થઈ પણ પોલીસ માટે પડકાર જનક કહી શકાય નાઈટ પેટ્રોલીગ ક્યાં વિસ્તારો માં છે ? મુખ્ય બજારમાં નાઈટ પેટ્રોલીગ હોય તો આવડી મોટી ચોરી કેમ થઈ? જેવા અનેકો સવાલ શહેરીજનોમાં ઉઠવા પામેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com