રાજકોટમાં કોરોના મહામારીમાં સપડાતા લોકો અને દર્દીઓમાં હવે પ્રાણવાયુની અછત સર્જાઈ રહી છે. ત્યારે હવે રાજકોટમાં દરરોજ 110 ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. પરંતુ સામે શહેરને 70 ટન જ ઓક્સિજન મળી રહ્યું છે. જેમાં આવતીકાલથી ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો થશે. સામે સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓને પ્રાણવાયુ પૂરું પાડવા માટે તાબડતોડ મહેનત ચાલી રહી છે.
રાજકોટમાં ઓક્સિજનની માત્ર હોસ્પિટલની દૈનિક જરૂરિયાત 110 ટન છે. જેમાં ઘર માટે વપરાતા સિલિન્ડર માટે તો હજુ તંત્રે પણ હિસાબ કર્યો નથી. આ જથ્થા સામે બે દિવસથી 70 ટન જ જથ્થો આવતો હતો. આ કારણે સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં સપ્લાય થઈ
ન હતી જેથી શહેરની 10થી વધુ હોસ્પિટલમાં જથ્થો તળિયે પહોંચતા ઉહાપોહ મચ્યો હતો. બે હોસ્પિટલે ઉધાર ટાંકીઓ લીધી હતી અને હજુ રાત સુધી ત્યાં જથ્થો મળ્યો નથી. સિવિલ હોસ્પિટલ કે જ્યાં કુલ જથ્થાનો 50 ટકા જરૂરી છે ત્યાં પણ ટાંકીઓ ખાલી છે અને એકાદ કલાક જેટલો જથ્થો વધે ત્યારે માંડ ટેન્કર આવે છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં દર્દીઓ માટે કેન્દ્રસ્થાન પણ પીડિયું સિવિલ હોસ્પિટલમાં પણ પ્રાણવાયુનો વધારો કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં હર રોજ આશરે 29થી 30 હજાર લિટર ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. તેની સામે સિવિલ તંત્ર દ્વારક ઓક્સિજનની કેપેસિટી પણ વધારવામાં આવી છે. હાલ સિવિલમાં 42 હજાર લિટરની ક્ષમતા ઉપલબ્ધ છે પરંતુ તેમાં હજુ પણ 20 હજાર લિટરની ક્ષમતાનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે.