જ્યારે વાનગીઓની વાત આવે તો દરરોજ અનેક વખત વાનગીઓમાં બટર પડતું હોય છે. ત્યારે બટરમાં ખૂબ વધારે પ્રમાણમાં ફેટ થતાં કોલેસ્ટ્રોલ હોય છે. ત્યારે તેને વધારે પ્રમાણમાં ખાવું તે સેહત માટે ક્યારેક ખૂબ ખરાબ થઈ શકે છે. સિક્કાની બન્ને બાજુ હોય, તેવી રીતે અમુક વસ્તુ વધારે કે ઓછી બન્ને ખાવાથી ખરાબ કહેવાય છે.
બટરમાં ટ્રાન્સફેટ અને સેચ્યુરેટેડ ફેટ ભરપુર માત્રામાં હોય છે. જેને કારણે તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી ડાયાબિટીસ વધવાનું જોખમ રહે છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે જે લોકો વધુ માત્રામાં સેચ્યુરેટેડ ફેટ લે છે તેમને ટાઈપ ટુ પ્રકારનો ડાયાબિટીસ થવાનું જોખમ બમણું રહે છે. વિવિધ પ્રકારની ફેટ ખાવાની આદત ધરાવતા લોકોમાં ડાયાબિટીસનું જોખમ વધુ નોંધવામાં આવ્યું હતું. રોજ ૧૨ ગ્રામથી વધુ માત્રામાં બટર ખાતા લોકોને આ જોખમ હોય છે.
તો બટરને એકદમ માપથી ખાવાથી તે બની શકે છે લાભકારી. ત્યારે દરેક વ્યક્તિએ તેને સમજી અને ખાવું જોઇયે. તેથી વાનગી ખાવાની મજા રહે અને સેહત પણ ના બગાડે છે.